પરંપરા:ભાઈના ઘરે પારણું બંધાય માટે પાટણના ખીજડીયા વીર દાદાની ટોપલા ઉજાણી

પાટણ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાટણના ઈંટોવાળા પ્રજાપતિ સમાજ દર વર્ષે શ્રાવણી પાંચમે કરે છે ઉજાણી
  • વિવિધ વાનગીઓ ટોપલામાં ભરી ખીજડીયા વીર દાદાને નૈવેજ ધરાવાયું

પાટણમાં વસતા ઈંટોવાળા પ્રજાપતિ સમાજ દ્વારા શ્રાવણ સુદ પાંચમે વર્ષોથી પરંપરા મુજબ શહેરના અનાવાડા ખાતે આવેલ ખીજડીયા વીરદાદાના મંદિરે ટોપલા ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે શુક્રવારે શ્રાવણ સુદ પાંચમે હર્ષોલ્લાસભેર ટોપલા ઊજવણી કરવામાં આવી હતી.

જેમાં બહેનો પોતાના ભાઈના ઘરે જઈને ખીર, વડા, પુરી લાપસી જેવી વાનગીઓ બનાવી પોતાના ભાઈના ઘરે પારણું બંધાય તથા ભાઈની આધી વ્યાધી ઉપાધિઓ દૂર થાય તે માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ આ બનાવેલ વાનગીઓ ટોપલામાં ભરીને ખીજડીયા વીર દાદાના મંદિર ખાતે પગપાળા પહોંચી અને ત્યાં વીર દાદાના મંદિરે વાનગીઓનાં નિવૈધ ધરાવવામાં આવ્યાં હતાં.

જ્યાં પરિવાર સાથે પૂજાવિધિ બાદ સાથે બેસીને બધાએ પ્રસાદ લીધો હતો. પાટણમાં મોટી સંખ્યામાં ખીજડીયા વિર દાદાના મંદિર ખાતે પ્રજાપતિ સમાજના લોકો એકત્ર થઈ મહોત્સવની ઊજવણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...