પાટણના ત્રિભોવનપાકૅ ખાતેના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે રવિવારે ખીચડી ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સાળંગપુરના વિદ્વાન વક્તા સંત ભક્તિ સાગર સ્વામી એ કથા વાર્તાનો લાભ આપી ભકતો ને ભક્તિ રસમાં રંગ્યા હતા. જીવન જીવવાનો એક અદભુત ઉપાય ભગવાન તથા ભગવાનના સંતો આપતા હોવાનું ભક્તિ સાગર સ્વામીએ જણાવ્યું હતું તેઓએ વધુમાં જણાવ્યું હતું કે મંદિર સાથે જોડાયેલો માણસ કાયમ સુખી રહે છે. જીવનમાં સુખની ચાવી પ્રાપ્ત કરવી હોય તો સંતોના સાનિધ્યમાં સુખની પ્રાપ્તિ થાય છે સંસારી માણસને પૂછે યે તો કોઈને દુઃખી થવું ગમતું નથી માણસ માત્ર ને સુખ જોઈએ છે જીવનમાં કોઈ દુઃખ ન હોવું જોઈએ જો સુખ મેળવવું હોય તો સત્સંગ વિના સુખ ક્યાંય નથી સંતો અને ભગવાન પાસે જઈએ તો સ્વર્ગીય વાતાવરણનો અનુભવ થાય છે.શાશ્વત સુખ મેળવવા માટે ભગવાનની સમીપે જઈએ તો આપણને સાચું સુખ આપે છે જેમકે લાઈટ ની નજીક જઈએ તેમ વધુ પ્રકાશ આપે છે તેમ ભગવાનની નજીક આવવાથી સુખ પ્રાપ્તિ મળે છે અને આ સુખની પ્રાપ્તિ એ પર્મિનેટ સુખમાં આપે છે.
સંતોની સત્સંગ સભા ભરવાથી ઉચ્ચ સંસ્કારો મળે છે, શુદ્ધ ગુણો આપવામાં આવે છે, અહીંયા આવવાથી નિર્મળ ભક્તિ ઉત્પન્ન થાય છે આપણા જીવનમાં દૂષણો આપોઆપ ખરી પડે છે જીવન જીવવાનો એક અદભુત ઉપાય મંદિર દર્શન અને સંતો આપે છે. મંદિર સાથે જોડાયેલો માણસ કાયમ સુખી રહે છે અને સંતો ના સત્સંગ દ્વારા જ્ઞાનની લાણી નો પ્રસાદ મળે છે.
બીએપીએસ સંસ્થાના પરમદનીય પ્રમુખસ્વામી મહારાજે વિશ્વમાં 1200 જેટલા નવ્ય ભવ્ય મંદિરનું નિર્માણ કરી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી છે વિશ્વના દરેક દેશોમાં આજે સ્વામિનારાયણ ભગવાનના નવ્ય ભવ્ય મંદિરો નિર્માણ થઈ રહ્યા છે.આ મંદિર ના નિર્માણ થકી જીવન જીવવાની સાચી રાહ મળે છે. આ ખીચડી ઉત્સવ દરમિયાન આવેલ તમામ હરિભક્તોએ કથા વાર્તા નો લાભ અને ખીચડીની પ્રસાદ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ની પ્રેરણાથી આ ખીચડી ઉત્સવઉજવવામાં આવ્યો હતો. પાટણ બીએપીએસ સ્વામિનારાયણ સત્સંગ મંડળ તથા પાટણ બીએપીએસના સાધુ સેવા નિષ્ઠાદાસ સ્વામી તથા સાધુ સેવા વત્સલદાસ સ્વામી તથા હરિભક્તોએ સુંદર આયોજન કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.