વર્ષો જૂની પરંપરા:પાટણમાં ઈટોવાળા પંચ પરિવારની કુવાસીયો દ્વારા ખેજડીયા વીરદાદાની ટોપલા ઉજાણી કરાઇ

પાટણ15 દિવસ પહેલા
  • તૈયાર કરાયેલા નૈવેધ માથા પરનાં ટોપલામા મુકી ઘરેથી પગપાળા મંદિરે પહોંચી દાદાને પ્રસાદ સ્વરૂપે અપૅણ કરાયો
  • ટોપલા ઉજાણીને લઈને અનાવાડાના ખેજડીયા વીર દાદા સ્થાનકે મેળા જેવો માહોલ જામ્યો

પાટણ પ્રજાપતિ સમાજના ઈંટોવાળા પરિવાર દ્વારા વર્ષોની પરંપરા અનુસાર શ્રાવણ સુદ પાંચમને મંગળવારના પવિત્ર દિવસે પાટણ સમીપ આવેલા ખેજડીયા વીર દાદાની ટોપલા ઉજાણી ભક્તિ સભર માહોલમાં ઉજવવામાં આવી હતી.

શુભકામનાઓ માટે પ્રાથૅના કરી ધન્યતા અનુભવી
પાટણ પ્રજાપતિ ઈંટો વાળા પંચ પરિવાર દ્વારા વર્ષોની પરંપરા અનુસાર શ્રાવણ સુદ પાંચમના પવિત્ર દિવસે પરિવારની કુવાસીઓ દ્વારા ખેજડીયા વીર દાદાનો પોત પોતાના ઘરે શ્રદ્ધા ભાવથી જારમાંથી બનાવવામાં આવતા ઢુઢણ, લાપસી, રોટલી, ખીર અને અડદ મગની દાળના વડા નૈવેદ્ય સ્વરૂપે બનાવી પોતાના નિવાસસ્થાનેથી ટોપલામાં નૈવેધ ગોઠવી ટોપલાને માથા પર ગ્રહણ કરી પગપાળા અનાવાડા સ્થિત ખેજડીયા વીર દાદાનાં મંદિર પરિસર ખાતે પહોંચી હતી. જ્યાં ઈંટોવાળા પંચ પરિવારની અંદાજિત 500 કુવાસીઓ દ્વારા પોતાના ઘરે તૈયાર કરવામાં આવેલ નૈવેધને દરેકનાં ટોપલા માંથી પ્રસાદ સ્વરૂપે લઇને ખેજડીયા વીર દાદાને અપૅણ કરી સમગ્ર પરિવાર સહિત વિશ્વની શુભ કામનાઓ માટે પ્રાથૅના કરી ધન્યતા અનુભવી હતી.

મેળા જેવો માહોલ
વર્ષોની પરંપરા અનુસાર પાટણના ઈંટો વાળા પંચ પરિવારની કુવાસીયો દ્વારા આયોજિત ખેજડીયા વીર દાદાની ટોપલા ઉજાણીનાં આ પાવન પર્વને યાદગાર બનાવવા મંદિર પરિસર ખાતે ઈંટોવાળા પંચ પરિવારનાં આગેવાનો, યુવાનો સહિત મંદિરનાં મહંત અને ભક્તો સાથે ટ્રસ્ટી ગણ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ટોપલા ઉજાણીને લઈને ખેજડીયા વીર દાદાનાં મંદિર પરિસર ખાતે મેળા જેવો માહોલ સર્જાયો હતો.

અન્ય સમાચારો પણ છે...