મિશન 2022:આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી પાટણ તાલુકા ભાજપ દ્વારા ખાટલા બેઠકો શરૂ કરવામાં આવી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે જિલ્લાના અનેક ગામડાઓની ભાજપના નેતાઓએ મૂલાકાત કરી

આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને વિવિધ રાજકીય પાર્ટીઓ દ્વારા ચૂંટણી લક્ષી ગતિવિધિઓ આરંભવામાં આવી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ ચૂંટણી લક્ષી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાટણ તાલુકા ભાજપ દ્વારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખાટલા બેઠકોના દોર શરૂ કરવામાં આવ્યા છે.

સોમવારના રોજ પાટણ તાલુકાના મોડોત્રી, ખાનપુરકોડી, સરવા, નોરતા, બબાસણા, સમોડા, કુડેર, મોટા રામણદા, નાના રામણદા, સંડેર, મણુંદ, ડાભડી અને રૂંવાવી ગામના બુથ પ્રમુખો સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી. બુથ પ્રમુખોને પેજ પ્રમુખો સુધીની બેઠકો કરાવવા માટે અને આવનાર વિધાનસભાની ચુંટણીના પૂર્વના આયોજન માટેની સૂચનો કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...