તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:જશવંતપુરા પાસે બાઈક સ્લિપ ખાતાં ખાખલના યુવાનનું મોત

પાટણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

રૂઘનાથપુરાથી જશવંતપુરા રોડ વચ્ચે બાઈક સ્લિપ ખાતાં બાઈક સવાર ત્રણ પૈકી ખાખલ ગામના યુવાનનું શરીરે ઈજાઓ થતાં મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે યુવાનોને ઈજાઓ પહોંચી હતી. આ અંગે હારિજ પોલીસે બાઈકના ચાલક સામે ગુનો નોંધ્યો છે.

હારિજ તાલુકાના ખાખલ ગામના પ્રવિણભાઇ વેલાભાઇ રાવળ ગામના પિન્ટુજી પાંચાજી ઠાકોરના બાઇક પાછળ બેઠ્યા હતા. વચ્ચે રમેશભાઇ રાયઘણભાઇ ઠાકોર ત્રણ બાઇક સવાર થઇને સોમવારે સાંજે ખાખલ ઘરે અાવતા હતા ત્યારે રસ્તામાં રૂગનાથપુરાથી જશવંતપુરા વચ્ચે વરસાદી માહોલ હોઈ ખાડાના કારણે બાઇક સ્લીપ ખાતાં ત્રણ યુવાનનો રોડ પટકાયા હતા. તેમાં પાછળ બેઠેલા પ્રવિણભાઇને માથાના ભાગે ગંભીર ઇજાઅો થતાં મોત થયુ હતુ. અા અકસ્માતમાં પિન્ટુજી અને રમેશભાઇને ઇજાઓ પહોંચી હતી. અા અંગે મૃતકના પત્ની કેશરબેન રાવળે હારિજ પોલીસ મથકે બાઇક ચાલક સામે ગુનો નોંધાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...