તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:પાટણના ખાડીયા શોપિંગ સેન્ટરમાં સ્ત્રીઓ માટે શૌચાલય સુવિધા નથી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પાલિકાના માર્કેટમાં સુવિધાના અભાવે લોકો પરેશાન
  • લોકોની વધારે અવજ જવર રહેતા શોપિંગ સેન્ટરમાં હાલાકી

પાટણના ખાડિયા શોપિંગ સેન્ટરમાં નગરપાલિકા દ્વારા સુવિધાઓનો અભાવ હોવાથી વેપારીઓ અને લોકો તકલીફ અનુભવી રહ્યા છે. અત્રે હોસ્પિટલો વગેરે શરૂ થવાથી અવર-જવર વધી છે ત્યારે સુવિધાઓનો અભાવ વર્તાઇ રહ્યો છે. નગરપાલિકા દ્વારા બનાવાયેલ શોપિંગ સેન્ટરમાં પુરુષો માટે યુરિનલ છે પરંતુ સ્ત્રીઓ માટે બાથરૂમની સુવિધા નથી. પુરુષો માટે જે શૌચાલય છે તેમાં નળ કનેક્શન કે ભૂગર્ભ કનેક્શન ન હોવાથી ગંદકી અને રોગચાળા જેવી સ્થિતિ સર્જાય છે.

શહેરના બગવાડા દરવાજાથી રેલ્વે સ્ટેશન સુધી બીજા કોઇપણ સ્થળે જાહેર યુરિનલ ન હોવાથી લોકોને તકલીફ પડી રહી છે. નગરપાલિકાએ વર્ષ 1986માં ખાડીયા શોપિંગ સેન્ટર બનાવ્યું હતું. જે ખૂબ જ જર્જરિત હાલતમાં ઊભેલું છે. થોડા સમય અગાઉ કોમ્પલેક્ષના સિમેન્ટના પિલર જર્જરિત થઈ જતા કોમ્પલેક્ષના વ્યાપારીઓએ ફાળો ઉઘરાવી ભોયરામાં 15 જેટલા પિલર રિપેર કરવામાં આવ્યા હતા.

છેલ્લા કેટલાક સમયથી ભોયરાના પાર્કિંગમાં જવાના રસ્તા ઉપરની લોખંડની જાળી પણ જામ થઈ ગઈ હોવાથી બંધ કરી શકાતી નથી. અને રાત્રે પશુ પ્રાણીઓ અંદર ઉતરી બગાડ કરતા હોય છે. શોપિંગ સેન્ટરની બહાર મોટુ શાકમાર્કેટ ભરાતું હોઈ લોકોની અવર જવર વધારે રહે છે. ત્યારે પાલિકા દ્વારા શોપિંગ સેન્ટરમાં સારા શૌચાલયની સુવિધા કરવા માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...