સાંતલપુર તાલુકાના આતરનેશ ગામે ચાર સંતાનોની માતાએ અગમ્ય કારણોસર ઘરમાં પોતાના શરીર પર કેરોસીન છાંટી સળગતાં ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે મહેસાણા લઈ જતા રસ્તામાં ધીણોજ પાસે તેમનું મોત થયું હતું. કેરોસીન છાંટી આપઘાત કરતા ગામમાં અરેરાટી પ્રસરી ગઇ હતી.
આતરનેશ ગામે રહેતા બાધુ ન ભરતભાઈ ઠાકોર તેમની સાસરીમાં તેમના ઘરે એકલા હતા તેમના પતિ મજુરી કામે ગયેલા હતા તે વખતે તેમણે અગમ્ય કારણોસર શરીર પર કેરોસીન છાંટતા તેઓ આગની લપેટમાં આવી ગયા હતા અને ગંભીર રીતે દાઝી ગયા હતા બાદમાં લોકોને જાણ થતાં આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે પ્રથમ રાધનપુર સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે રીફર કરતા 108 એમ્બ્યુલન્સમાં મહેસાણા પ્રાઇવેટ હોસ્પિટલમાં લઇ જતારસ્તામાં તેમનું મોત થયું હતું. આ ઘટનાની મૃતક મહિલાના ભાઈ ડાલડીના દેવશીભાઈ બીજલભાઇ ઠાકોરે વારાહી પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.