નવઘણજી ઠાકોરનું નિવેદન:'ઠાકોર કોળી સમાજ સહિત SC,ST અને OBC સમાજમાં કેજરીવાલ ખોટી 'રેવડી' વેચવાનું બંધ કરે'

પાટણ23 દિવસ પહેલા
  • ગુજરાત માં ફક્ત ભાજપ અને કોંગ્રેસ બે જ રાજકીય પાર્ટી ચાલે છે ત્રીજી રાજકીય પાર્ટી ને ગુજરાત ની પ્રજાએ ક્યારેય સમથૅન આપ્યું નથી : નવધણજી ઠાકોર

આગામી તારીખ 11મી સપ્ટેમ્બર ના રોજ ચોટીલા મુકામે આયોજિત કોળી ઠાકોર સમાજના મહા સંમેલનમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ ઉપસ્થિત રહેવાના હોય અને તેઓ દ્વારા કોળી ઠાકોર સમાજની જે પણ માંગણીઓ છે તે તમામ માગણીઓ ગુજરાતમાં આપ ની સરકાર બનશે તો પરિપૂર્ણ કરવામાં આવશે તેવું જણાવ્યું હોવાની વાત મિડિયા નાં માધ્યમથી વહેતી થતાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ નાં અધ્યક્ષ નવધણજી ઠાકોરે બુધવારના રોજ પાટણના પત્રકાર ને ઉપરોક્ત વાત તદ્દન ખોટી હોવાનું જણાવી ઠાકોર કોળી સમાજના આગેવાનો ની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી અને કાયૅકારી પ્રદેશ પ્રમુખ મકવાણા સાથે તાજેતરમાં યોજાયેલી બેઠકમાં તેઓ દ્વારા ગુજરાત માં કોળી ઠાકોર સમાજની જે પણ માંગણીઓ હોય તેને કોંગ્રેસ ની સરકાર બનશે તો તમામ માંગ પુરી કરવાનું વચન આપ્યું હોવાનું જણાવ્યું હતું.

તેઓએ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કેજરીવાલ સામે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે એક સમયે કોળી,ઠાકોર સહિત એસસી એસટી અને ઓબીસી જ્ઞાતિઓનો વિરોધ કરનાર આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માં આ સમાજ નાં વોટ મેળવવા સમાજના કેટલાક યુવાનો ને વિશ્વાસ માં લઇ હથેળીમાં ચાંદ બતાવવાની કોશિશ કરી રહ્યા છે.ત્યારે વર્ષો થી ગુજરાત માં બે જ રાજકીય પાર્ટી ભાજપ અને કોંગ્રેસ ચાલી આવી છે ગુજરાત ની પ્રજાએ કયારેય ત્રીજી રાજકીય પાર્ટી ને ગુજરાતમાં સમથૅન આપ્યું નથી ત્યારે કેજરીવાલ પોતાની ખોટી રેવડી વેચવાનું ગુજરાત માં બંધ કરી દે તેવા તાતાતીર કેજરીવાલ સામે તાક્યા હતા.

અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોળી ઠાકોર સમાજની સાથે સાથે એસસી એસટી અને ઓબીસી સમાજના લોકો કોંગ્રેસે આપેલી ખાતરી ને લઈને કોંગ્રેસ સાથે રહેશે તેવો હુંકાર કર્યો હતો.પત્રકારો ને માહિતી આપવાના આ પ્રસંગે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનો યુવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...