તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:પાટણ વોર્ડ-11માં કે.સી. પટેલના પિતરાઈને ટિકિટ અપાતાં ભાજપમાં ભડકો, પંજો પકડ્યો

પાટણ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
જયંતીજી હીરાજી ઠાકોરે ધારાસભ્યના હસ્તે કોંગ્રેસને ખેસ ધારણ કર્યો. - Divya Bhaskar
જયંતીજી હીરાજી ઠાકોરે ધારાસભ્યના હસ્તે કોંગ્રેસને ખેસ ધારણ કર્યો.
 • દાવેદાર જયંતીજી હીરાજી ઠાકોર 50 કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા
 • ધારાસભ્ય કીરીટ પટેલના હસ્તે ખેસપહેરી કોંગ્રેસમાં પ્રવેશ, ભાજપ સામે આક્ષેપ કર્યા

પાટણ શહેરમાં વોર્ડ નંબર 11માં ભાજપે ટિકિટ ના આપતા છેલ્લા દસ વર્ષથી ભાજપ સાથે સંકળાયેલા કાર્યકરે ભાજપ સાથે છેડો ફાડી 50 લોકો સાથે કોંગ્રેસ સાથે જોડાયા હતા. નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપમાં ટિકિટની વહેંચણીમાં સગાવાદ ચલાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.પાટણ શહેરના રામનગરમાં રહેતા છેલ્લા દસ વર્ષથી ભાજપ સાથે સંકળાયેલા કાર્યકર જયંતીજી હીરાજી ઠાકોરે નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 11 ભાજપમાંથી ટિકિટની માગણી કરી હતી. પરંતુ ભાજપે ટિકિટ ના આપતા તેઓ 50 લોકો સાથે પાટણ ધારાસભ્ય કીરીટ પટેલના હસ્તે ખેસપહેરી કોંગ્રેસમાં જોડાયા હતા.

ભાજપની ટિકિટ વહેચણીથી નારાજ થઈ કોંગ્રેસ સાથે જોડાણ કરનારા જયંતીજી ઠાકોરે જણાવ્યું હતું કે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ચૂંટણીમાં કોઈ સગા સબંધીને ટિકિટ આપવાની નથી તેવી વાત કરી હતી. છતાં પ્રદેશના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલના કાકાના દીકરા જયેશભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે. તે જ રીતે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હેમંતભાઈ તન્નાના દીકરાને પણ ટિકિટ આપવામાં આવી છે. ભાજપમાં નેતાઓ બોલે છે ક્યાં અને ચાલે છે ક્યાં જેથી પાર્ટી છોડવી પડી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો