તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:કમલીવાડા ગામમાં વરઘોડામાં કાંકરીચાળો થતાં હોબાળો: પોલીસે મામલો થાળે પાડ્યો

પાટણ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
કમલીવાડા ગામે વરઘોડામાં કાંકરીચાળો થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી - Divya Bhaskar
કમલીવાડા ગામે વરઘોડામાં કાંકરીચાળો થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી
 • અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગામમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો

પાટણ તાલુકાના કમલીવાડા ગામે લગ્ન-પ્રસંગના વરઘોડામાં કાંકરીચાળો થતા હોબાળો મચી ગયો હતો.આ ઘટનાની પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. અને મામલો બીચકે નહીં તે માટે ગામમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

કમલીવાડા ગામે સોમવારે એક યુવકનો વરઘોડો ઇન્દિરાનગરથી નીકળી રોહિતવાસમાં માતાજીના દર્શનાર્થે જઇ રહ્યો હતો. વરઘોડો રોડ પર ચઢતા કોઇ શખ્સોએ કાંકરીચાળો કર્યો હતો. જેને પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ જતાં હોબાળો મચી ગયો હતો. જો કે, કોઇને ઇજા ઓ થઈ ન હતી. આ ઘટનાને પગલે ગામમાં તનાવ ભર્યો માહોલ સર્જાયો હતો.

પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને પોલીસ સાથે વરઘોડો આગળ વધ્યો હતો. ગામમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગામમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ અંગે બાલીસણા પોલીસે જણાવ્યું હતું કે આ ઘટનામાં કોઈ ફરિયાદ મળી નથી. છતાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો