પાટણના સાલીવાડા વિસ્તારમાં જબ્રેશ્વરી માતાના મંદિરમાં ત્રી દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. જેમાં પ્રથમ દિવસે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળાએ વિસ્તારના લોકોને પેટ પકડીને હસાવ્યા હતા. તો શુક્રવારે સવારે કળશ યાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં વિસ્તારના લોકો જોડાયા હતા.
પાટણ શહેરના સલવિવાડા વિસ્તારમાં આવેલા કલારવાડા નાકે શ્રી જબરેશ્વરી માતાનો મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો દબદબાભેર પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે સવારે બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી. તો બીજા દિવસે શહેરના રાજમાર્ગો ઉપર માતાજી બાળા બહુચર માઁ ની ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. જેમાં કળશધારી બાળાઓએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. યાત્રા પૂર્ણ થયા બાદ મૂર્તિઓને વિધિવત રીતે યજ્ઞ મંડપમાં લાવવામાં આવી હતી.
રાત્રે મંદિર પરિસર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળાએ હાસ્યરસ પીરસ્યો હતો.
જેનો મોટી સંખ્યામાં વિસ્તારના લોકોએ લાભ લીધો હતો. આમ પાટણમા જબરેશ્વરી માતાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભક્તિમય માહોલમાં પ્રારંભ થયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.