ફરિયાદ:પાટણ SP કચેરીના જુનિયર ક્લાર્કે નિવૃત પોલીસકર્મીઓનું જ કરી નાંખ્યું

પાટણએક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • નિવૃત પોલીસકર્મીઓના સેલેરી એકાઉન્ટમાં પૈસા જમા ના કરી ઉચાપત કરી
 • 20.62 લાખની રકમ મળતિયાઓના ખાતામાં જમા કરી જુનિયર ક્લાર્કે ઉચાપત કરી

પાટણ એસ.પી. કચેરીમાં ફરજ બજાવતા ભરત ગોવિંદભાઈ ચૌધરી નામના જુનિયર ક્લાર્ક નિવૃત પોલીસકર્મીઓના GPF ફંડ , વીમા અને વેપારીઓના કન્ટીઝન બીલના નાણાંની રકમ તેમના નિયત ખાતામાં જમા કરવાને બદલે IFMS સિસ્ટમમાં છેડછાડ કરી ફેબ્રુઆરી 2020થી જુલાઈ 2021 દોઢ વર્ષના સમયગાળામાં 20.62 લાખ રૂપિયા કર્મચારીઓના અને વેપારીના બેક ખાતાને બદલે પોતાના મળતીયાના બેંક એકાઉન્ટમાં જમા કરાવી દેતાં આ મામલે ભરત ગોવિંદભાઈ ચૌધરી નામના જુનિયર ક્લાર્ક વિરૂદ્ધ શહેર બી ડીવઝન પોલીસ મથકે ગુનો નોંધાયો છે .

મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે નિવૃત ASI રણછોડભાઈ કાળાભાઈ ગોહિલના GPF ફંડના નાણા તેમના ખાતામાં જમા ન થતાં તેઓ તપાસ કરવા માટે એસ , પી , કચેરી આવીને તપાસ કરાવતાં કચેરી અધિક્ષક દિનેશ પટેલને ધ્યાને ચોકાવનારી વિગતો સામે આવી હતી.જેમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ભરત ગોવિંદભાઈ ચૌધરી રહે વિજયનગર , તા . રાધનપુર , જિ . પાટણવાળાએ અલગ અલગ નિવૃત પોલીસ અધિકારીઓના GPF ફંડ , જૂથ વીમા અને વેપારીઓના કન્ટીઝન બીલના નાણાં તેમના નિયમ બેંક ખાતામાં જમા ન કરાવ્યા હતા .

જેથી કયા ખાતામાં જમા કરાવ્યા છે તે જોતાં તે ખાતાઓ જુનિયર ક્લાર્ક ભરત ચૌધરીના મળતીયાઓના નીકળ્યા હતા. આ મામલે કચેરી અધિક્ષક દિનેશભાઈ પટેલે જુનિયર ક્લાર્ક ભરત ચૌધરી વિરૂદ્ધ શહેર બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઈપીસીની કલમ ૪૦૯ , ૪૨૦ , ૪૬૫ , ૪૬૭ , ૪૬૮ અને ૪૭૧ અંતર્ગત ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

એક નિવૃત પોલીસકર્મી ફંડ મામલે તપાસ કરતાં ભાંડો ફૂટ્યો
ગત 7 ઓગસ્ટે એક નિવૃત પોલીસકર્મી જીપીએફનાં ફાઈનલ નાણાં મંજુર થઇ ગયેલ હોઈ બિલ બનાવેલ છે કે કેમ તેની ખાતરી માટે આવતા કચેરી અધિક્ષક દ્વારા એકાઉન્ટ શાખામાં ખાત્રી કરાવતા તેમનું 8.47 લાખ રૂપિયા ફંડ તેમના ખાતામાં જમા થયા હોવાનું કહેતાં તેમણે એકાઉન્ટ નંબર ચેક કરતાં સેલેરી બેંક એકાઉન્ટ નંબર અલગ જોવા મળ્યો હતો. જેમાં વધુ તપાસ કરતા આઠ કેસોમાં આવ્યું બન્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

આ સાત કર્મચારી અને એક વેપારીની રકમની ઉચાપત

 • આર.કે. ગોહિલ (જીપીએફ) રૂ.847369
 • સ્વ. ડી.એ. વિહોલા (જૂથ અકસ્માત વીમો) રૂ.100000
 • એ.એ. વ્હોરા (જૂથ અકસ્માત વીમો) રૂ.103710
 • સ્વ. ડી.એ. વિહોલા (જૂથ અકસ્માત વીમો) રૂ.94204
 • સ્વ.ડી.એ. વિહોલા (ફાઈનલ જીપીએફ) રૂ.246625
 • એ.એ. કુરેશી (ફાઈનલ જીપીએફ) રૂ.306815
 • ડી.કે. ચૌહાણ (ફાઈનલ જીપીએફ) રૂ.242899
 • જી.વી. ચૌધરી (આઉટસોર્સ કન્ટી. વેપારીને રોકડ ચૂકવણી) રૂ.120385
અન્ય સમાચારો પણ છે...