તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદ્યાર્થીઓને કાયદાકીય માહિતી અપાઈ:26 જૂન નશાકારક પદાર્થોનો દુરઉપયોગ અને ગેરકાયદેસર વ્યપાર વિરોધી આંતરરાષ્ટ્રીય દિનનો ઓનલાઈન વેબીનાર યોજાયો

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમાજકાર્ય વિભાગના MSW/BSW વિદ્યાર્થીઓ ઓનલાઈન વેબિનારમાં જોડાયા

દારૂ તથા ડ્રગ્સ જેવા નશાકારક પદાર્થો સમાજને નૈતિક અધ;પતન તરફ દોરી જાય છે. સમાજમાં પ્રસરી ગયેલી નશાની બદીને નાથવા નશાકારક પદાર્થોના દુરઉપયોગ બાબતે લોકો જાગૃત બને તે માટે 26 જૂન નશાકારક પદાર્થોનો દુરઉપયોગ અને ગેરકાયદેસર વ્યપાર વિરોધી આંતરરાષ્ટ્રીય દિનની ઉજવણી પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિના સમાજકાર્ય વિભાગ ખાતેના MSW/BSW વિદ્યાર્થીઓ સાથે ઓનલાઈન વેબિનાર ના માધ્યમથી આજ રોજ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

આ વેબીનારમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી કેતનભાઈ પ્રજાપતિ દ્વારા જુવેનાઇલ જસ્ટીસ એક્ટ 2015 મુજબ 18 વર્ષથી નીચેના બાળકોને માદક દ્વ્યોનું વેચાણ આપવું અથવા વેચાણમાં બાળકોનો ઉપયોગ કરવો તે સજાપાત્ર ગુનો બને છે તે અંગેની માહિતી આપી હતી.

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ.સી. કાસેલા દ્વારા વ્યસનમુક્તિ કેન્દ્રો તથા દિવ્યાંગજન કલ્યાણકારી યોજનાઓ વિશે ઊંડાણ પુર્વક માહિતી ઉપલબ્ધ કરવી હતી. શ્રુતિબેન દવે અધિક્ષક નશાબંધી અને આબકારી દ્વારા વ્યસનોના પ્રકારો, આંકડાકીય માહીતીઓ, વ્યસનની માનવ જીવન પર થતી વિપરીત અસરો વગેરે વિષે ઊંડાણ પુર્વક માહિતી આપી સમજણ આપી હતી. તેમજ ટોબેકો નિયંત્રણ કેન્દ્ર જિલ્લા પંચાયત ,પાટણ ખાતેના સામાજિક કાર્યકર મહેશભાઈ સોલંકી દ્વારા જિલ્લામાં વ્યસનમુક્તિ અર્થે યોગ્ય માર્ગદર્શન આપેલ હતું. કાર્યક્રમનું આયોજન બાળ સુરક્ષા સમાજ સુરક્ષા તથા નશાબંધી અને આબકારી કચેરી પાટણના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. તેમજ ડો.ગાર્ગીબેન રાવળ HOD ,MSW દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...