તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:રાધનપુરથી મહેસાણા તરફ જઇ રહેલું જમ્બો ટ્રેલર ચાણસ્મા સર્કલ પર પલ્ટી મારી ગયું, સદનસીબે જાનહાનિ ટળી

પાટણ15 દિવસ પહેલા
ચાણસ્મા સર્કલ ઘણુ મોટું હોવાથી અને ચારે બાજુનો રોડ ઢોળાવ વાળો હોવાથી અવાર-નવાર અહીંયા વાહનો પલટવા બનાવ બને છે
 • ડ્રાઇવર અને ક્લિનરને સામાન્ય ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડાયા

એક મોટું જમ્બો ટ્રેલર કોલસી ભરીને રાધનપુરથી મહેસાણા તરફ જઇ રહ્યું હતું તે દરમિયાન ચાણસ્મા સર્કલ પર પલ્ટી મારી ગયું હતું. જોકે, સદનસીબે આ અકસ્માત કોઇ જાનહાનિ થઇ નથી. ડ્રાઇવર અને ક્લિનરને સામાન્ય ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડાયા હતા.

ચાણસ્મા સર્કલ ઘણુ મોટું હોવાથી અને ચારે બાજુનો રોડ ઢોળાવ વાળો હોવાથી અવાર-નવાર અહીંયા વાહનો પલટવા બનાવ બને છે. ઉત્તર ગુજરાતમાંથી કચ્છ અને સૌરાષ્ટ્ર તરફ જવા માટે આ સર્કલ વાહન ચાલકોએ ક્રોસ કરવુ જ પડે છે. અહિંયા સેંકડો વાહનોની રોજની અવર-જવર રહે છે. સર્કલ ઘણું મોટું હોવાના કારણે અનેક વાર મોટા ભારવાહક વાહનો પલટવાના બનાવો બને છે. જ્યારે ગત રાતે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો