તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યક્રમ:જિલ્લાના 22 બાળકોને જુલાઈ માસની સહાય, શૈક્ષણિક કીટ અને હુકમ વિતરણ

પાટણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
કલેક્ટરના હસ્તે જિલ્લાના નિરાધાર બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના હુકમ વિતરણ કરવામાં આવ્યા - Divya Bhaskar
કલેક્ટરના હસ્તે જિલ્લાના નિરાધાર બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના હુકમ વિતરણ કરવામાં આવ્યા
  • ખાતે મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના ઑનલાઈન પેમેન્ટ લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો

પાટણ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર સુપ્રીતસિંઘ ગુલાટીની ઉપસ્થિતિમાં યોજાયેલા મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના ઓનલાઈન પેમેન્ટ લોન્ચિંગ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના 22 બાળકોને જુલાઈ માસની સહાય ઉપરાંત શૈક્ષણિક કીટ તથા હુકમનું વિતરણ કરવામાં આવ્યું.આ પ્રસંગે જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ જણાવ્યું કે, જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા કોરોના વાયરસ મહામારી દરમ્યાન અવસાન જેમના માતા-પિતા અવસાન પામ્યા હોય તેવા 22 બાળકોની ઓળખ કરી છે. આ બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત પ્રતિમાસ રૂ.4000 લેખે સહાય ચૂકવવામાં આવી છે.

આગામી સમયમાં માતા-પિતા ગુમાવનાર બીજા બાળકોને પણ શોધી તેમને આ યોજના અંતર્ગત સમાવી સહાય ચૂકવવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેન મકવાણા, સંગઠનના પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી કેતન પ્રજાપતિ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ.સી.કાસેલા, ચીલ્ડ્રન હોમ ફોર બોય્ઝના અધિક્ષર તુષાર પ્રજાપતિ, જુવેનાઈલ જસ્ટીસ બોર્ડના સભ્ય ઓ તથા નિરાધાર બાળકો ઉપરાંત તેમના પાલક માતા-પિતા ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...