વરણી:સનાતન સંપ્રદાયના મહંત પદે સિદ્ધપુર તાલુકાના કોટ ગામના જુગાજી ઠાકોરની વરણી કરી ચાદરવિધિ કરાઈ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુરુ ધુળારામ મહારાજનું નિધન થયા બાદ તેમના સ્થાને નવા મહંત તરીકે જુગાજી ઠાકોરને ગુરુ બનાવાયા નવા મહંતને સંતો મહંતોએ આશિર્વાદ આપ્યાં

મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના મિયાસણા ગામના ધૂળારામ મહારાજ બ્રહ્મલીન થયા બાદ તેઓના સ્થાને નવા મહંત તરીકે જુગાજી ઠાકોરની ચાદર વિધિ કરી સર્વ સંમતિથી મહંત પદે વરણી કરવામા આવી હતી. આ પ્રસંગે અનેક જાણીતા સંતો-મહંતો ઉપસ્થિત રહ્યાં હતા.

સંતો, મહંતો તથા સમસ્ત ગ્રામજનોએ જુગાજીની શોભાયાત્રા કાઢી

સિદ્ધપુર તાલુકાના કોટ ગામના નિવાસી જુગાજી મણાજી ઠાકોરને પિતાના વારસામાં ભક્તિ મળી હતી. જેમાં ભક્તિને ઉજાગર કરવા બાળપણથી જ ભજનથી ઘરમાં વાતાવરણ ભક્તિમય બનાવી રાખ્યું છે. જેમાં સનાતન સંપ્રદાયના ગુરુ ખેરાલુના મિયાસણા ગામના ધૂળારામ મહારાજ હતા. જેઓનું ગત વર્ષે કોરોના મહામારીમાં નિધન થયું હતું. જેને લઈ તેઓના સ્થાને નવા મહંત તરીકે સિદ્ધપુર તાલુકાના કોટ ગામના જુગાજી ઠાકોરની વિધિવત વરણી કરી ચાદરવિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે કોટ ગામમાં શનિવારે સવારે સંતો, મહંતો તથા સમસ્ત ગ્રામજનોએ જુગાજીની શોભાયાત્રા કાઢી હતી, જેનુ કોટ ગામના સમસ્ત ગ્રામજનોએ સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર, કારોબારી ચેરમેન આર.કે.ઠાકોર, તાલુકા પંચાયત ઉપપ્રમુખ દશરથલાલ પટેલ, ઉંઝા પ્રમુખ ઈશ્વરજી ઠાકોર, ગુણંતસિહ ઝાલા, અંતરબા ઠાકોર ,દિનેશજી ઠાકોર તથા રમણજી વકીલ, બાજુભગત, હીરાજી, કનુજી, બાલાજી, પોપટજી તથા વિષ્ણુજી સહીત મોટી સંખ્યામાં ગામના લોકો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...