તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કાળ:રાધનપુરમાં જજ અને પાટણમાં ત્રણ વકીલ પોઝિટિવ, કેસ બોર્ડ મર્યાદિત રાખવા વકીલ મંડળે ઠરાવ કર્યો

પાટણ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • પાટણના રૂરલ બાર એસોસિએશનની અગત્યની બેઠક મળી

પાટણ જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા રાધનપુર ખાતે એડિશનલ સેશન્સ જજ અને પાટણ કોર્ટમાં ત્રણ વકીલો પણ કોરોના પોઝિટિવ આવતા ન્યાય સંકુલમાં પણ ફફડાટ વધ્યો છે. પાટણ જિલ્લા રૂરલ બાર એસોસિએશન ની અગત્યની મીટીંગ પ્રમુખ આર ડી દેસાઈ ના અધ્યક્ષસ્થાને સોમવારે મળી હતી જેમાં કોરોના સંક્રમણ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં જિલ્લામાં 70થી વધુ કેસો નોંધાઈ રહેલ છે.

રાધનપુર ખાતે એડિશનલ સેશન્સ જજ અને પાટણમાં 3 વકીલમિત્રો કોરોના પોઝિટિવ થયેલ હોવાથી તે અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી તેમજ તેને લીધે 5થી 20 એપ્રિલ સુધી પંદર દિવસ જિલ્લા અદાલત તેમજ અન્ય કોર્ટમાં આવતા પક્ષકારો અને વકીલોની ગેરહાજરીમાં જે તે કેસની મેટર યથાવત સ્થિતિએ રાખવા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ અને તાબાની અન્ય કોર્ટમાં વિનંતી કરવામાં આવી છે .ઉપરાંત રોજેરોજનું કેસ બોર્ડ મર્યાદિત સંખ્યામાં રાખવા વિનંતી કરવામાં આવી છે, જેથી લોકોની ભીડ ભેગી થતી અટકાવી શકાય.

કોરોના દર્દીઓની સંભાળ માટે કેસ સેન્ટરો શરૂ કરવાં આયોજન
વધતા કેસોને લઇ ખાનગી સંસ્થાઓ દ્વારા શહેર સહીત જિલ્લામાં ખાનગી કોરોના દર્દીઓની સંભાળ માટેના કેર સેન્ટર અથવા કેર હોસ્પિટલ ખોલવામાં આવે તો સરકાર દ્વારા તેમને દર્દીને સાર સંભાળ માટે ખર્ચ પણ આપવામાં આવશે.જેમાં કેસ સેન્ટરમાં દર્દી દીઠ 1500 અને કે હોસ્પિટલમાં 2000 રૂપિયા સંસ્થાઓને આપવામાં આવશે.જેથી સંસ્થાઓ આગળ કેર સેન્ટર ખોલવા આગળ માટે આરોગ્ય વિભાગ દ્વારા સંસ્થાઓનો સંપર્ક કરી પ્રોત્સાહિત કરવાના પ્રયાસ કરાશે.તેવું જિલ્લા વિકાસ અધિકારી ડી.કે પારેખે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો