તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:જીતોડાની મહિલાને સાસરિયાંએ એક લાખ દહેજ માંગી માર મારી કાઢી મૂકી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાણસ્મા પોલીસ મથકે મહેસાણાના સાસરિયાં સામે ફરિયાદ

ચાણસ્મા તાલુકાના જીતોડા ગામની પરણિત દિકરીને મહેસાણાના સાસરિયાંએ 1 લાખ દહેજ પટે માંગી ગડદાપાટુંનો માર મારી ઘરમાંથી કાઢી મુકી હતી. આ અંગે મહિલાએ ચાણસ્મા પોલીસ મથકે પતિ, સાસુ, જેઠ સામે ફરિયાદ નોંધાવી હતી.

ચાણસ્મા તાલુકાના જીતોડા ગામની પરણિત દિકરી ગોપીબેન વિનોદભાઇ પટેલના પતિ તેમજ સાસુ અને જેઠ મળીને તેઅોને અવાર નવાર રૂપિયા 1 લાખની માંગણી કરી શારીરીક માનસિક ત્રાસ અાપતા હતા ત્યારે તારીખ 18/04/2021ના રોજ મહિલાને ગડદાપાટુનો માર મારી ઘરેથી પહેરલ કપડે કાઢી મુકી હતી. આ અંગે મહિલાએ ચાણસ્મા પોલીસ મથકે પતિ મૌલીકકુમાર પ્રહલાદભાઇ પટેલ, સાસુ પટેલ રેખાબેન પ્રહલાદભાઇ અને જેઠ પટેલ હિતેશકુમાર પ્રહલાદભાઇ રહે.તમામ મહેસાણા સામે ફરિયાદ નોંધાઇ હતી.

જાખોત્રાની મહિલાને ને તુ મને ગમતી નથી તેમ કહી પતિએ કાઢી મુકી
સાંતલપુરના જાખોત્રા ગામની ગીતાબેન રામજીભાઇ કોલીના લથ્ન અખીયાણી અમરસિંહભાઇ નારયણભાઇ સાથે થયા હતા. લગ્ન બાદ પત્નીને અવાર નવાર તુ મને ગમતી નથી તેમ કહી શારીરીક તેમજ માનસિક ત્રાસ અાપતા મહિલા બાળકો લઇને તેમના પિયર જાખોત્રામાં રહેતી હતી. ત્યારે ગુરૂવારે તેનો પતિ જાખોત્રા ખાતે અાવીને પતિ તેમજ પરીવાર સભ્યો ફાવે તેમ બોલીને અપશબ્દો બોલી ગળદાપાટુનો માર મારી ઇજાઅો પહોચાડતાં મહિલાઅે સાંતલપુર પોલીસમાં પતિ સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...