સંવિધાન બચાવો જાહેર સભા:પાટણના સુભાષ ચોક ખાતે યોજાયેલી સર્વસમાજની સભામાં જીગ્નેશ મેવાણીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા

પાટણએક મહિનો પહેલા
  • મારા સામે ગુજરાતથી 2500 કિ.મી. દુર આસામમાં ખોટી ફરિયાદો કરી સચ્ચાઈને દબાવવાનો પ્રયાસ કર્યો: જીગ્નેશ મેવાણી

પાટણના સુભાષ ચોક ખાતે સંવિધાન બચાવો જાહેર સભામાં ઉપસ્થિત રહેલ વિશાળ જનમેદનીને સંબોધિત કરતા વડનગરના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ભાજપ સરકાર અને આરએસએસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા.

જીગ્નેશ મેવાણી જણાવ્યું હતું કે, જેને સ્વતંત્રતાની ચળવળમાં લોહીનું એક ટીંપુ વહેવડાવ્યુ નથી અને અંગ્રેજોની ચાપલુસી કરનારા આજે વિરાંજલીના કાર્યક્રમો આયોજીત કરી પોતે દેશભક્ત હોવાના દાવા કરી રહી છે. આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીના લોકો પોતાનાં મનુવાદને લોક માનસ પર ઢોકી બેસાડવા બાબા સાહેબના સંવિધાનને દુર કરવા મથામણ કરી રહ્યા છે. ત્યારે આવા કહેવાતા દંભી રામ ભક્તોથી લોકોએ ચેતવું પડશે.

આ ઉપરાંત જણાવ્યું કે, 22 પેપરો ફોડનાર અને અદાણી પોટૅ પરથી ઝડપાયેલા કરોડાનાં ડ્રગ્સ મામલે કોઇ કાયૅવાહી સરકાર કરતી નથી. જ્યારે સાચી વાત કહેનારા મારા જેવા સામે ગુજરાતથી 2500 કિ.મી.દુર આસામમાં ખોટી બે બે ફરિયાદો કરી સચ્ચાઈને દબાવવાનો પ્રયાસ આ સરકાર દ્વારા કરવામાં આવ્યો હોવાના આક્ષેપ પણ તેઓએ કયૉ હતાં. વધુમાં તેઓએ આગામી વિધાનસભાની ચૂંટણીમાં સહેવાગ સચિનની જેમ પાટણ ધારાસભ્ય સાથે ધના ધન બેટીગ કરનાર હોવાનો હુંકાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...