ક્રાઇમ:ગોખરવા કેનાલ પર ભાટવાસણાના દંપતીને છરી બતાવી ઘરેણાંની લૂંટ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાઈક સવાર શખ્સો 90 હજારના ઘરેણાં લૂંટી ગયા

ચાણસ્મા તાલુકાના ભાટવાસણા ગામના આનંદકુમાર જયંતીજી ઠાકોર તેમના પત્ની લીલાબેન અને દોઢ વર્ષનો પુત્ર કુલદીપ ત્રણેય બાઈક પર માસીની પીલુવાડા ગામે મુલાકાત કરીને પરત આવતા હતા ત્યારે ખોરસમ ગામ નજીક એક અજાણ્યા બાઈક ચાલકે તેનું બાઈક આગળ આડસ કરીને ઉભુ કરી ભરવાડનો છોકરો દેવીપૂજકની છોકરી લઈને ભાગી ગયો છે તેની પાસે પણ ફેશન પ્રો બાઈક છે કહી ધમકાવીને તું ભાઈ દૂર ઉભો રહે તેમ કહેતાં યુવાન થોડા દૂર ઊભા રહ્યા હતા.

જ્યાં અજાણ્યા શખ્સે ચપ્પુ બતાવીને કાનમાં પહેરેલ સોનાની બુટ્ટી અને ગળામાં પહેરેલ સોનાની ચેન કઢાવી ઝૂંટવી લઈ નાસી ગયો છે. લીલાબેને બૂમો પાડતા તેના પતિ દોડી ગયા હતા અને પીછો કરીને કંબોઈ કેનાલ સુધી ગયા પણ હાઇવે ઉપર ક્યાંક નાસી છૂટયો હતો. આ અંગે સોનાના દાગીના (કિ.રૂ. 90000)ની લૂંટ અંગે ફરિયાદ નોંધાવી છે. પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...