રેસ્ક્યુ:સરસ્વતીના જંગરાલ ગામની ગટરની ચેમ્બરમાં ગાય ખાબકી, જીવદયા પ્રેમીઓએ રેસ્ક્યુ કર્યુ

પાટણ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જીવદયા પ્રેમીઓએ ભારે જહેમદ બાદ ગાયનું રેસ્ક્યુ કરતા તમામે રાહતનો શ્વાસ લીધો

પાટણ જિલ્લા સહિત શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પશુઓ ઉંડા ખાડામાં કે કુવામાં પડી જવાના બનાવો અનેકવાર કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે આજે વધુ એક કિસ્સો સરસ્વતી તાલુકાના જંગરાલ ગામ માથી સામે આવ્યો છે. જ્યા જંગરાલ ગામની ગટરની ચેમ્બરમાં ગાય ખાબકી હતી. જેને જીવદયા પ્રેમીઓ દ્વારા રેસ્ક્યૂ કરાયું હતું.

આ અંગે મળતી માહિતી અનુસાર પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના જંગરાલ ગામે સરકારી સામુહીક આરોગ્ય સેન્ટર દવાખાનાની સામે રોડની બાજુમા આવેલી ગટરની ચેમ્બરમાં ગાય ખાબકી પડી હતી. જેની જાણ કેટલાક જીવદયા પ્રેમીઓને થતાં જીવદયા પ્રેમીઓએ તાત્કાલિકના ધોરણે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ગટરની ચેમ્બરમાં ખાબકેલી ગાયનું રેસ્ક્યૂ કરવાની ક‍મગીરી હાથ ધરવામાં આવી હતી. જીવદયા પ્રેમીઓની કાફી જહેમદ બાદ ગાયનું રેસ્ક્યુ કરી આબાદ રીતે બચાવી લેવામાં આવી હતી. જેને લઈ જંગરાલ ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...