રોગચાળો:પાટણના ખાન સરોવર દરવાજા પાસે આવેલી બે સોસાયટીમાં પીળિયાનો રોગચાળો વકર્યો

પાટણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 15થી વધુ દર્દીઓ સારવાર હેઠળ, પીવાના પાણીમાં ગટરનું પાણી ભળ્યું હોવાની શંકા

શહેરના ખાન સરોવર દરવાજા પાસે આવેલી આનંદનગર અને મન્નત સોસાયટીમાં પીળિયા નામની બીમારીએ અજગરી ભરડો લેતા છેલ્લા બે દિવસમાં 15થી પણ વધુ દર્દીઓના રિપોર્ટ પીળિયાના આવ્યા છે. કેટલાક દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ પણ કરવામાં આવ્યા છે.

આ અંગે આ સોસાયટીના કેટલાક રહીશોએ જણાવ્યું કે, છેલ્લા બે- ત્રણ દિવસથી આનંદનગર સોસાયટીમાં (જોન્ડીશ)ની બીમારીનો શિકાર 15થી ઉપરાંત લોકો બન્યા છે. અહીં પીવાના પાણીની પાઈપલાઈનમાં ગટરનું પાણી ભળી ગયું હોવાની અમોને શંકા છે.

આ અંગે પાલિકાતંત્રને પણ જાણ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી આ બાબતનો ઉકેલ આવ્યો નથી. પીળિયાના રોગનો શિકાર બનેલા કેટલાક દર્દીઓની હાલત ગંભીર બનતા શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.

બાજુમાં આવેલી મન્નત સોસાયટીમાં પણ કેટલાક લોકોને પીળિયાની બીમારી થવા પામી છે. અહીંના એક રહીશનાનાની વયના બે પુત્રો પીળિયાનો શિકાર બનતા તેઓ હાલમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

આ અંગે અહીંના સ્થાનિક કોર્પોરેટર ડૉ. નરેશ જી. દવેએ જણાવ્યું હતું કે, પાલિકા તંત્રમાં લોકોની રજૂઆતને ગંભીરતાથી લેવામાં આવતી નથી. પીળિયો (જોન્ડીશ) જેવી બીમારી દક્ષિણ વિસ્તારની આ સોસાયટીમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ફેલાઈ છે અને લોકો રજૂઆતો કરી રહ્યા છે તેમ છતાં તેઓની ફરીયાદ સાંભળવામાં આવતી નથી. આજે મારી પાસે રજૂઆત આવી છે ત્યારે આ બાબતે સત્વરે નિકાલ લાવવા પાણીની પાઈપલાઈનમાં જો ગટરનું પાણી ભળી ગયું હશે ત તાત્કાલિક તેનું રીપેરિંગ કામ હાથ ધરવામાં આવશે. તેઓએ પાલિકાતંત્ર પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...