તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Janmashtami Lokmelo Was Held In The Premises Of Hari Hareshwar Mahadev On The Banks Of Saraswati River In Patan, Celebrated In Many Places In The District

જનમાષ્ટમી:પાટણની સરસ્વતી નદીના કાંઠે આવેલા હરિ હરેશ્વર મહાદેવના પ્રાંગણમાં જનમાષ્ટમીનો લોકમેળો યોજાયો, જિલ્લામાં અનેક જગ્યાએ ઉજવણી

પાટણ25 દિવસ પહેલા
  • ભક્તોએ ભગવાન હરિહર મહાદેવ શિવલિંગના દર્શનની સાથે દૂધ અને જળનો અભિષેક કરી ધન્યતા અનુભવી
  • બ્રહ્માકુમારી સેવાકેન્દ્ર પર જન્માષ્ટમીની ધૂમ ધામથી ઉજવણી કરાઈ
  • નાનીસરાય વિસ્તાર ખાતે આવેલા રાધાકૃષ્ણ મંદિરમાં મધ્યરાત્રે આઠમ બેસતાં જન્માષ્ટમી ઉજવાઇ

પાટણ નગરનું ભાતીગળ લોક જીવન નિરાળું છે. જ્યાં લોકમેળા ઉત્સવો અને ધાર્મિક તહેવારોનું એક આગવું મહત્વ રહેલું છે શ્રાવણ માસના કૃષ્ણપક્ષમાં પરબલાના તહેવાર શરૂ થઈ જાય છે. આજે સમગ્ર સૃષ્ટિના તારણહાર ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટ્ય જન્માષ્ટમી પર્વ નિમિત્તે પાટણની કુવારીકા નદીનાં કાંઠે આવેલા પ્રાચીન હરી હર મહાદેવના પ્રાંગણમાં પરંપરાગત મુજબ લોકમેળો યોજાયો હતો. જ્યારે પાટણ બ્રહ્માકુમારી સેવાકેન્દ્ર પર જન્માષ્ટમીની ધૂમ ધામથી ઉજવણી કરાઈ હતી. આ ઉપરાંત નાનીસરાય વિસ્તાર ખાતે આવેલા રાધાકૃષ્ણ મંદિરમાં શ્રાવણ વદ સાતમની મધ્યરાત્રીએ ભગવાનને પારણે ઝુલાવી જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

પાટણની કુવારીકા નદીનાં કાંઠે આવેલા પ્રાચીન હરી હર મહાદેવના પ્રાંગણમાં પરંપરાગત મુજબ લોકમેળો યોજાયો હતો. આજે વહેલી સવારથી જ નગરજનો સહિત શ્રદ્ધાળુ ભક્તોએ ભગવાન હરિહર મહાદેવ શિવલિંગના દર્શનની સાથે દૂધ અને જળનો અભિષેક કરી ધન્યતા અનુભવી હતી. જોગાનુ જોગ જન્માષ્ટમી પર્વ અને શિવજીને પ્રિય એવા ચોથા સોમવારનો સમન્વય થતાં તેનું મહત્વ વિશેષ જોવા મળ્યું હતું.

સરસ્વતી નદીના કાંઠે આવેલ પ્રાચીન હરિ હરેશ્વર મહાદેવના દર્શન માટે શ્રદ્ધાળુ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. આ પ્રાચીન મંદિરમાં શ્રી મોઢેશ્વરી માતા સૂર્યનારાયણ ભગવાન સહિતના વિવિધ દેવી દેવતાઓ સ્થાનકો પૂજનીય માનવામાં આવે છે.

કહેવાય છે કે, જન્માષ્ટમી પર્વના મેળા નિમિત્તે આવતા દર્શનાર્થીઓ અને શ્રધ્ધાળુઓમાં ભગવાન શિવજીને પ્રિય એવા સુખડ ચંદનની આરચા કરાવવાનું એક આગવું મહત્વ રહેલું છે. તો કુવારીકા નદીનાં કાંઠે હરિહર મહાદેવના સાનિધ્યમાં આવેલા હિન્દુ સ્મશાન ભૂમિના પ્રાંગણમાં આવેલા બ્રહ્મકુંડમા શ્રદ્ધાળુઓએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

મધ્યરાત્રે આઠમ બેસતાં જન્માષ્ટમી ઉજવાઇ
સમગ્ર ગુજરાત અને દેશભરમાં જન્માષ્ટમી મહોત્સવ શ્રાવણે વદ આઠમની રાત્રે ઉજવવામાં આવે છે. ત્યારે પાટણના નાનીસરાય વિસ્તાર ખાતે આવેલા રાધાકૃષ્ણ મંદિરમાં શ્રાવણ વદ સાતમની મધ્યરાત્રીએ ભગવાનને પારણે ઝુલાવવાની પરંપરા ચાલી રહી છે . જેને લઈ સાતમ ની રાત્રે ભગવાન ના પારણા ઝુલાવી જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યમાં અને દેશમાં આવું આ એક માત્ર મંદિર હોવાનું સ્થાનિક કોર્પોરેટર બીપીનભાઈ પરમારે દાવા સાથે જણાવ્યું હતું.

નાની સરાય ખાતે આવેલા રાધાકૃષ્ણ મંદિરમાં રવિવારે શ્રાવણ વદ સાતમની રાત્રે 12:00 કલાકે આઠમ બેસતાં ભગવાન કૃષ્ણને સ્નાન કરાવી રાધા કૃષ્ણને સોના - ચાંદીના આભૂષણ અને શણગાર કરવામાં આવ્યા હતા .તેમજ ઢોલ નગારા સાથે આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ ભગવાનને પારણામાં બેસાડી ભક્તો દ્વારા ઝૂલાવવામાં આવ્યા હતા.જેનો લહાવો આખા મહોલ્લાના લોકોએ લીધો હતો તો આઠમના રોજ સવારે 9 :00 આરતી માટે ઉછવણી કરવામાં આવી હતીજ આજે આઠમની રાત્રે બાર વાગે ભગવાનના જન્મ સમયે પણ આરતી કરવામાં આવશે અને પારણું ઝૂલાવવામાં આવશે.

નોમના રોજ બપોરે મહાપ્રસાદ રાખવામાં આવશે. વિસ્તારના સામાજિક અગ્રણી, કોર્પોરેટર બીપીનભાઈ પરમારના જણાવ્યા મુજબ, શહેરમાં આ જૂનામાં જૂનું મંદિર ગણાય છે, જ્યાં પાછલી ઘણી પેઢીઓથી આ રીતે જન્માષ્ટમી ઉજવણી કરવામાં આવે છે. મંદિરમાં પૂજ્ય રામપુરીબાપુ અને ખેંગાર સ્વામીની સમાધિ આવેલી છે. જ્યારે ભીખનશાપીરની સમાધી નાનીસરાય ચોકમાં આવેલી છે. 300 વર્ષ અગાઉ વંશવેલો આગળ વધતો ન હતો ત્યારે ભીખનશા પીરે વ્યસન ન કરવાનું વચન માંગ્યું હતું ત્યારથી અમારા નાની સરાયના એક જ બાપના વિસ્તારમાં વ્યસન કરાતું નથી. હાલમાં 108 ઘર ઉબરા છે જેમાં કોઈ વ્યસન કરતું નથી.

બ્રહ્માકુમારી સેવાકેન્દ્ર પર જન્માષ્ટમીની ધૂમધામથી ઉજવણી કરાઈ
પાટણ શહેરસહિત જિલ્લા માં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પાટણ બ્રહ્માકુમારી સેન્ટર ખાતે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. જેમાં નીલમ દીદીએ કહ્યું કે, શ્રી કૃષ્ણનું મન મોહક સ્વરૂપ સૌને મોહી લે છે. સર્વગુણ સંપન્ન સોળે કળા સંપૂર્ણ સતયુગી રાજકુમાર નો જન્મ દિવસ ભારતભરમાં ખૂબ ખુશીઓ સાથે ઉજવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...