રજૂઆત:જનતા હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા કોરોના સુવિધા પાછી ખેંચવા રજૂઆત કરાઇ, પેકેજ સામે બમણો ખર્ચ થતો હોવાથી નુકસાનની સંભાવના

પાટણ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સરકારના 32 લાખના પેકેજ સામે બમણો ખર્ચ થતો હોવાથી નુકસાનની સંભાવના અને રહીશોનો પણ વાંધો હોવાથી રજૂઆત

પાટણમાં કોરોના મહામારીને નિપટવા માટે ધારપુર સિવિલ ઉપરાંત શહેરની સુવિધા સંપન્ન જનતા હોસ્પિટલમાં કોરોના આઈસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યા પણ જનતા હોસ્પિટલના સત્તાધીશ ટ્રસ્ટી મંડળ દ્વારા સરકારનું પેકેજ પર્યાપ્ત ન હોઈ હોસ્પિટલને મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે અને આજુબાજુના રહીશોને પણ વાંધો હોવાથી જનતા હોસ્પિટલને કોરોના ફેસિલીટીમાંથી મુક્ત કરવા તંત્રમાં રજૂઆત કરાઇ છે. જેમાં તંત્ર દ્વારા આ મામલે હેલ્થ કમિશનર પાસે રજૂઆત કરાશે. સરકારના ~32 લાખના પેકેજ સામે બમણો ખર્ચ થતો હોવાથી નુકસાનની સંભાવના વ્યક્ત કરાઇ છે.  સરકાર દ્વારા હોસ્પિટલને દર મહિને રૂ. 32 લાખનું પેકેજ અપાય છે.  હોસ્પિટલમાં કોરોના સિવાય બીજી કોઇ કામગીરી થઈ શકતી નથી. હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા મુજબ સરકારના પેકેજ સામે ખર્ચ રૂપિયા 65 લાખ જેટલો થાય છે.આ સ્થિતિમાં હોસ્પિટલને મોટું નુકસાન થઈ રહ્યું છે. હોસ્પિટલમાં કુલ 204 જેટલો સ્ટાફ છે જે પૈકી ૩૦થી ૪૦ જેટલા સ્ટાફ આ કામગીરી કરી રહ્યા છે જોકે બીજા કર્મચારીઓને પગારથી વંચિત રાખી શકાય નહીં. હોસ્પિટલના એમડી ડોક્ટર પ્રમોદભાઈ પટેલના જણાવ્યા મુજબ અમે કલેક્ટરને લેખિતમાં આ માગણી કરી છે તેના સંદર્ભે નિવાસી અધિક કલેકટર પરમાર સાથે બેઠક કરી હતી. જેમાં દરેક જિલ્લામાં એક સરકારી અને એક ખાનગી હોસ્પિટલમાં આ સુવિધા કરવાની સરકારની પોલીસી મુજબ વ્યવસ્થા કરેલી છે તેમાં સરકાર કક્ષાએથી કોઈપણ નિર્ણય થઈ શકે તેવું જણાવતા કલેક્ટર કચેરી દ્વારા આ સંબંધે રાજ્યના આરોગ્ય કમિશનર સમક્ષ રજૂઆત મોકલી અપાશે.

અન્ય સમાચારો પણ છે...