ઉજવણી:જલઝીલણી અગિયારસ નિમિતે રાધનપુરમાં શોભાયાત્રા અને વરાણામાં તુલાવિધિ યોજાઈ, જગદીશ ઠાકોર હાજર રહ્યા

પાટણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 125 સીટો ઉપર વિજયી બની ગુજરાતમાં સરકાર બનાવશે : જગદીશ ઠાકોર

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પાર્ટીનાં આગેવાનો દ્વારા રાજ્કીય ગતિવિધિ તેજ બનાવવામાં આવી છે ત્યારે મંગળવારના રોજ પાટણ જિલ્લાનાં રાધનપુરમાં શ્રી કૃષ્ણ યુવક મંડળ દ્વારા આયોજિત જલઝીલણી અગિયારસના ધાર્મિક ઉત્સવની સાથે સાથે ભવ્ય શોભાયાત્રા નાં પ્રસંગમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના કોંગ્રેસી આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રાધનપુરમાં શ્રી કૃષ્ણ યુવક મંડળ આયોજીત જલઝીલણી અગિયારસના પાવન પર્વ નિમિત્તે ભગવાન ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી,જે મોટા ઠાકોરવાસ માં આવેલા ભગવાન શ્રી ઠાકોરજીના મંદિરે પૂજા-આરતી કર્યા બાદ પરા વિસ્તારમાં થઈને મંડાઈ ચોક,રાજગઢી,પટણી દરવાજા,વડપાસર તળાવે પહોંચી હતી,જ્યાં ભગવાન શ્રી ઠાકોરજીને ઝીલણ કરાવ્યા બાદ નિજ મંદિરે પરત ફરી હતી.

આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, રાધનપુર ધારાસભ્ય રઘુભાઈ દેસાઇ સહિત નાં રાજકીય આગેવાનો તેમજ ઠાકોર સમાજના અગ્રણીઓ અને રાધનપુરના નગરજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ સાથે કોંગ્રેસના આગેવાનો દ્વારા પ્રસિધ્ધ યાત્રાધામ વરાણા નાં ખોડીયાર માતાજી મંદિર પરિસર ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર ની રાખેલી તુલા વિધી ની માનતાં પૂર્ણ કરી હતી.

આ તુલાવિધી બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે મિડીયા ને જણાવ્યું હતું કે આગામી વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ નો પંજો લડી રહ્યો છે કોંગ્રેસના પંજા નાં સમથૅન માં ગામે ગામ કોંગ્રેસ નાં આગેવાનો, કાયૅકરો મહેનત કરી રહ્યા છે ત્યારે પ્રદેશ કોંગ્રેસ દ્વારા પણ આગામી વિધાનસભાની ચૂંટણીમાં 125 બેઠકો પર કોંગ્રેસ વિજય બની ગુજરાત માં સરકાર બનાવશે તેવો આશાવાદ તેઓએ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...