તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:શંખેશ્વરમાં ગેસનો બાટલો ફાટતાં આગમાં દાઝવાથી જૈનઆધેડનું મોત

શંખેશ્વર24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાલીતાણામાં સાધ્વીજી સાથે પ્રણય થયા પછી શંખેશ્વરમાં રિલેશનશિપમાં રહેતા હતા

શંખેશ્વર ખાતે આશરે 10 વર્ષથી રહેતા અને જૈન દેરાસરના ધાર્મિક પ્રસંગોમાં આંગી, દિવાની રોશની તેમજ ડેકોરેશનનો વ્યવસાય કરતા રમેશભાઈ કેશરીમલ શાહનું શુક્રવારે રાત્રે 10 વાગે રસોડા ગેસ સિલિન્ડર ફાટતાં આગ લાગી હતી. જેમાં ગંભીર રીતે દાઝી જતાં તેમનું મોત નીપજ્યું હતું.

રાત્રે ગેસ સિલિન્ડર ફાટવાથી ધડાકો થતા આજુબાજુના લોકો બહાર દોડી આવી પાણીથી આગ બુજાવવા શરૂ કરી હતી. તેમના પાડોશી ભરતભાઇ ભવનભાઈ વઢેરે શંખેશ્વર પોલીસને જાણ કરતા ઘટના સ્થળે આવી હતી. અને આગ બુઝી જતા રસોડામાં રમેશભાઈ શાહ ગંભીર પણે દાઝેલી હાલતમાં રસોડાના કાટમાળ વચ્ચે મૃત હાલતમાં પડ્યા હતા. પોલીસે તેમના પરિવારની જાણકારી બાબતે વધુ તપાસ હાથ ધરી હતી.

બંને વચ્ચે થોડા સમયથી તકરાર ચાલતી હતી
રમેશભાઈ દાઢી નામથી શંખેશ્વરમાં ઓળખાતા રમેશભાઈ શાહ આશરે 10 વર્ષ પહેલાં પાલીતાણામાં નોકરી કરતા હતા અને ત્યાં એક જૈન સાધ્વીજી સાથે રિલેશનશિપ બાંધી સંસારી બનાવી શંખેશ્વરમાંં ભાડાના મકાનમાં વિરાબેન સાથે રહેતા હતા. રમેશભાઈ અને વીરાબેન વચ્ચે થોડા સમયથી તકરાર ચાલતી હતી, પરંતુ વિરાબેનને શુક્રવારે સાંજે 6 વાગ્યા આસપાસ તેમના સબંધી તેમને ભાવનગર લઇ ગયા હતા તેવું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું અને રાત્રે 10 વાગે રમેશભાઇના રસોડામાં આગ લાગી હતી જેની પાછળનું રહસ્ય અકબંધ રહ્યું હતું. શંખેશ્વર પોલિસ દ્વારા ગેસ સિલિન્ડરની આગથી આ બનાવ બન્યોની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. રમેશભાઇના પરિવારજનો શનિવાર સાંજ સુધી શંખેશ્વર પહોંચ્યા નહોતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો