• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Jagdish Thakor Hits Out At State Government During Congress's Pravyan Sankalp Yatra In Patan, Blames Government For Tragedy

મોરબી દુર્ઘટનાનો મામલો:પાટણમાં કૉંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા દરમિયાન જગદીશ ઠાકોરના રાજ્ય સરકાર પર પ્રહાર, દુર્ઘટના માટે સરકારને જવાબદાર ઠેરવી

પાટણએક મહિનો પહેલા

કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની આગેવાની હેઠળ ગુરૂવારના રોજ પાટણ વિધાનસભા વિસ્તારના પ્રસિધ્ધ યાત્રાધામ કુણઘેર સ્થિત ચુડેલ માતાના સાનિધ્યમાં આવી પહોંચતા ભવ્ય સ્વાગત સન્માન કરી આવકારવામાં આવી હતી.મોરબી દુર્ઘટનાને લઈ પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

મોરબી હોનારત માનવ સર્જિત ઘટના, સરકાર જવાબદાર : જગદીશ ઠાકોર જગદીશ ઠાકોર પરિવર્તન યાત્રા દરમિયાન ઠેર ઠેર સભા સંબોધન અને મીડિયાના નિવેદનોમાં ચૂંટણી અનુસંધાન ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા હતા સાથે અધિકારીઓને પણ આડી હાથે લઇ ચૂંટણી પંચથી લઈ ચીફ ઓફિસર અને સચિવ સુધીના કર્મચારીઓ ભાજપના ઈશારે કામ કરતા હોવાનાં આક્ષેપ કર્યા હતા. ભાજપ અનેક દાવ બાદ પણ જીતી શકે તેમ ના હોય હવે રઘવાય થઈ પછાડા કરી રહી છે. ચૂંટણી પૂર્વે કોંગ્રેસ દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી મારું બુથ મારું ગામ મંત્રથી કોંગ્રેસે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. ચૂંટણીમાં 125 થી વધુ બેઠકો સાથે કોંગ્રેસની સરકાર બનશે તે નિશ્ચિત છે. ઉપરાંત મોરબી હોનારત મામલે તેમને આ સમગ્ર દુઃખદ ઘટના માનવસર્જિત હોય પોતાના મળતીયા લોકો રીપેરીંગ કામનો કોન્ટ્રાક્ટ આપી કોઈપણ ચકાસણી વગર પુલ ચાલુ કરી દેવામાં આવ્યો હોય સરકારને જવાબદાર ગણાવી હતી.

કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રાનાં આગમન સાથે પાટણના ધારાસભ્ય ડો કિરીટ પટેલ દ્વારા ચુડેલ માતાના ધામમાં આયોજિત કરાયેલા સ્નેહ મિલન સમારંભને સંબોધીત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પોતાની તેજાબી ભાષામાં ભાજપની ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે છેલ્લા 27 વર્ષ થી ગુજરાત માં સાશન ધુરા સંભાળી રહેલ ભાજપ સરકારનાં રાજમાં ગુજરાત માં મોંધવારી,બેકારી, ભષ્ટ્રાચાર,એકબીજા કોમ વચ્ચે વેરઝેર વધારવા સિવાય કંઈજ કર્યું નથી.તેઓએ મોરબી ની દુધૅટનાને ભાજપની ગંદી રાજનીતિનું કારણ લેખાવી આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 125 બેઠકો જીતશે તેવો આશાવાદ વ્યક્ત કરી આગામી વિધાનસભાની ચૂંટણીમાં પાટણ વિધાનસભાની સીટ પર કોંગ્રેસ 51 હજાર મતોની લીડ થી વિજય બનશે તેવો હુંકાર કરી પ્રજા કોંગ્રેસ ની સાથે જોડાઈ રહી હોવાનું જણાવ્યું હતું.સાથે સાથે તેઓ વિધાનસભાની ચૂંટણી પોતે નથી લડવાના તેમ જણાવી તેઓ કોંગ્રેસનાં મુખ્યમંત્રીનાં મુરતીયાને પીઠી ચોળી મુખ્યમંત્રીની ગાદી સુધી લઈ જશે તેવો હુંકાર કર્યો હતો.ત્યાર બાદ પાટણ શહેરમાં પરિવર્તન યાત્રા આવી પહોંચી હતી જ્યાં ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...