તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:રેમડેસિવિર ઇન્જેક્શન માટેનો ઉત્તર ગુજરાતનો ડેપો પાટણ ખાતે શરૂ કરવા માંગ કરવામાં આવી

પાટણ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રેમડેસિવિર ઇન્જેક્શન માટે લોકોને અમદાવાદ સુધી ધક્કા ખાવા પડે છે

ગુજરાત ભરમાં કોરોનાના કેસ દિવસે દિવસે વધતા રેમડેસિવિર ઇન્જેક્શનની માંગ વધી છે. ત્યારે ઉત્તર ગુજરાતનો રેમડેસિવિર ઇન્જેક્શન માટેનો ડેપો પાટણ ખાતે શરૂ કરવા માટે પાટણના ધારસભ્ય કિરીટ પટેલે નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. પાટણમાં પણ છેલ્લા સાત દિવસ 500 જેટલા કોરોના પોઝિટિવ કેસ આવતા ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે કોવિડ વિભાગમાં દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

પાટણ જિલ્લામાં કોરોનાના કેસ દિવસે દિવસે વધી રહ્યાં છે. ત્યારે આ કોરોનાની બીમારીમાં ખૂબ જ ઉપયોગી બનતું રેમડેસિવિર ઇન્જેક્શન લેવા માટે લોકોને અમદાવાદ સુધી ધક્કા ખાવા પડે છે. તો આ રેમડેસિવિર ઇન્જેક્શન માટેનો પાટણમાં ડેપો નથી અને અત્યારે તેની ખૂબ જ માગ વધતી હોવાથી ઇન્જેક્શન મેળવવું મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે પાટણ ખાતે તાત્કાલિક આ ઇન્જેક્શન ઉપલબ્ધ થાય તે માટે વ્યવસ્થા કરવા તેમજ ઉત્તર ગુજરાતનો રેમડેસિવિર ઇન્જેક્શનનો તાત્કાલિક પાટણ ખાતે ડેપો શરૂ કરવા માટે પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો