ખરીદીનો ઝગમગાટ:પુષ્યનક્ષત્ર-ધનતેરસમાં જિલ્લામાં 8 કિલો સોનું અને 70 કિલો ચાંદી વેચાયાનું અનુમાન

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાટણ જિલ્લમાં સોના-ચાંદીના દાગીના તેમજ સિક્કા લગડીની માંગ રહી

પાટણ શહેર જિલ્લામાં મંગળવારે ધનતેરસના મંગલ પર્વમાં દિવાળી માટે ધૂમ ખરીદી રહી હતી. જેમાં જિલ્લા મથક પાટણ ખાતે ખાસ કરીને સોના-ચાંદી બજારમાં ખરીદી વધારે પ્રમાણમાં રહી હતી. જેમાં પુષ્ય નક્ષત્ર કરતા 30થી 40 ટકા વ્યાપાર વધારો થયો હોવાનું જ્વેલર્સ શો રૂમ સૂત્રોએ જણાવ્યું હતું.

શહેરમાં રેડીમેડ કપડા ફુટવેર, ફટાકડા, મીઠાઈ બજાર સહિત ગૃહ સજાવટની વસ્તુઓની ભારે માંગ રહી હતી. કોરોના પછી લોકોને મોકળાશ મળી છે ત્યાર શહેરના બજારોમાં તમામ પ્રકારના વેપાર રોજગાર ઊંચકાયા હતા જેમાં પાછલા વર્ષ કરતાં ચાલુ સાલે ધનતેરસનો કારોબાર એકાદ કરોડ રહ્યો હોવાનું અનુમાન ચેમ્બર ઓફ કોમર્સના સુરેશભાઇ પટેલે જણાવ્યું હતું. તેમના મતે ધનતેરસ કરતાં દિવાળીના દિવસની ખરીદીમાં 20 ટકા બજાર વધવાની પૂરી શક્યતા છે. તેમણે તમામ બજારના અપડેટ લીધા છે જેમાં બિઝનેસ વધેલો જણાવ્યો છે.

સોના-ચાંદી બજારમાં વ્યાપારી આદિત્ય સોની જણાવ્યા મુજબ પુષ્ય નક્ષત્ર અગાઉ જિલ્લામાં 10 કિલો સોનું અને 100 કિલો ચાંદીના વેચાણનો અંદાજ હતો. જેમાં પુષ્ય નક્ષત્ર પછી ધનતેરસમાં સવાયો કારોબાર રહ્યો છે. વેપાર વધ્યો છે સોના-ચાંદીના દાગીના તેમજ સિક્કા લગડીની માંગ રહી હતી. અન્ય વેપારી રાકેશભાઈ સોનીએ જણાવ્યું કે સમગ્ર જિલ્લામાં પાટણ સિદ્ધપુર, હારિજ, રાધનપુર તેમજ અન્ય સેન્ટરોમાં બજાર કોરોના પછી સૌથી સારું છે. પુષ્ય નક્ષત્ર અને ધનતેરસમાં મળીને 8 કિલો સોનું અને 70 કિલો આસપાસ ચાંદીના આભૂષણોનો વ્યાપાર જણાઈ રહ્યો છે. જોકે લગ્ન ગાળાનું જેના લીધે પીકઅપ આવી છે.

અન્ય સમાચારો પણ છે...