ચાણસ્મામાં આપની તિરંગા યાત્રા:ઇસુદાન ગઢવીએ કહ્યું 'અમારું ગઠબંધન માત્ર ગુજરાતની પ્રજા સાથે, ભાજપ, કોંગ્રેસ ઇલુઇલું બંધ કરી દે'

પાટણએક મહિનો પહેલા

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કે યોજાશે. ત્યારે પાટણના ચાણસ્મા ખાતે આપના પ્રદેશ અધ્યક્ષની ઉપસ્થિતિમાં આપની ત્રિરંગા યાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં આપના કાર્યકરો જોડાયા હતા.

આપના કાર્યકરોએ ભાજપના વિરોધી સૂત્રોચ્ચાર કર્યા
ચાણસ્મા ખાતે આપના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાસ ગઢવીની ઉપસ્થિતિમાં આપની ત્રિરંગા યોજાઈ હતી. જેમાં ચાણસ્મા સહિત પંથકના આપના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ચાણસ્માના સરદાર ચોક પહોંચી સરદાર પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કર્યા બાદ ચાણસ્માના વિવિધ વિસ્તારોમાં ત્રિરંગા પરિભ્રમણ કરાયું હતું. ત્રિરંગા યાત્રા દરમિયાન આપના કાર્યકરોએ ભાજપના ભ્રષ્ટાચાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યો હતો.

અમને ચૂંટણી પંચ પર વિશ્વાસ છેઃ ઇસુદાન ગઢવી
ઇસુદાન ગઢવી એ જણાવ્યું હતું કે, EVMમાં મને નથી લાગતું કે, કોઈ ચેડાં કરી શકે, અમને ચૂંટણી પંચ ઉપર ભરોસો છે. ચુંટણી પંચને પણ વિનંતી કરીએ છીએ કે, કોઈ ગડબડ ના થાય, ભાજપના મળતિયા અધિકારીઓ ઉપર અમે ગુપ્ત કૅમરા ગોઠવ્યા છે. અમને ચૂંટણી પંચ પર વિશ્વાસ છે. તે નિષ્પક્ષ રીતે ચૂંટણી કરાવશે અને ગુજરાતમાં AAPની સરકાર બનવા જઈ રહી છે. તેમજ ભરત સિંહના નિવેદન મામલે જણાવ્યું હતું કે, અમારું ગઠબંધન માત્ર ગુજરાતની પ્રજા સાથે છે. ભાજપ, કોંગ્રેસ ઇલુઇલું બંધ કરી દે.

અન્ય સમાચારો પણ છે...