સિદ્ધિ:પાટણ જિલ્લાકક્ષાએ યોજાયેલા યુવા મહોત્સવમાં ઈશીકા ત્રિવેદીએ ભરત નાટયમ સિદ્ધિ હાંસલ કરી

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેર ભાજપ મહિલા મોરચાના મહામંત્રી માનસીબેન ત્રિવેદીની દીકરી ઈશિકા ત્રિવેદીએ તાજેતરમાં યોજાયેલ યુવા ઉત્સવ માં ભરત નાટ્યમમાં પાટણ જિલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી રાજ્યકક્ષાએ પસંદગી પામતાં પાટણ બ્રહ્મ સમાજ દ્વારા તેણીને સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.બ્રહ્મ સમાજના તેજસ્વી બાળકો ને પ્રોત્સાહન આપવા બ્રહ્મ સમાજ ના અગ્રણી અને ભારતની ત્રીજા નંબર ની રથયાત્રાનું સદભાગ્ય મેળવનાર જગદીશ ભગવાન મંદિર પાટણના ટ્રસ્ટીઓ પિયુષભાઇ આચાર્ય, પ્રવીણભાઈ બારોટ, દિલીપભાઈ દવે , અમૃતભાઈ મહેતા કાંતિભાઈ પટેલ, કનુભાઈ મહારાજ, સંગીતાબેન જોશી દેવિકાબેન ત્રિવેદી,અને આરતીબેન રાજપુરોહિત તેમજ સમાજ ના અન્ય ભાઈઓ - બહેનો એ ભરત નાટયમમાં પ્રથમ નંબર મેળવી રાજય કક્ષાએ પસંદગી પામવા બદલ કુ.ઈશીકા ત્રિવેદી નાં નિવાસ સ્થાને જઈને અભિનંદન પાઠવી જગદીશ મંદિરના પૂજારી કનું ભાઈ મહારાજે મંત્રોચ્ચાર સાથે રાજય કક્ષાએ પણ વિજેતા બને તેવાં આશિર્વાદ આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...