ઉત્તરાયણના પર્વને લઈ તૈયારી:ચાઈનીઝ દોરીથી થતા દ્વિચક્રી વાહન અકસ્માતો અટકાવવા પાટણના બંને બ્રિજ ઉપર લોખંડના તાર બંધાશે

પાટણ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ કલેકટરનાં અધ્યક્ષ સ્થાને કરૂણા અભિયાન અંતર્ગત બેઠક યોજાઇ હતી.આગામી મકરસંક્રાંતિના પર્વને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટરના અધ્યક્ષ સ્થાને શુક્રવારના રોજ કરુણા અભિયાન અંતર્ગત બેઠક યોજવામાં આવી હતી.

કરુણા અભિયાન અંતર્ગત મળેલી આ બેઠકમાં ફોરેસ્ટ વિભાગ, આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ, પાલિકા તંત્રનાં અધિકારી સહિત જીવદયાની પ્રવૃતિ કરતી સંસ્થાના લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે જિલ્લા કલેકટર દ્વારા આગામી મકરસંક્રાંતિના પવૅ દરમિયાન ઈજાગ્રસ્ત બનતાં પક્ષીઓની સારવાર માટે જિલ્લામાં કુલ 23 જેટલા સારવાર સેન્ટરો શરૂ કરવામાં આવનાર હોવાનું જણાવી ઈજાગ્રસ્ત પક્ષીઓની તાત્કાલિક માહિતી મળી રહે તે માટે હેલ્પ લાઇન નંબર 8320002000 જાહેર કરવામાં આવી હોવાની સાથે સાથે ચાઇનિઝ દોરી થી થતાં દ્વિચક્રી વાહન ચાલકો નાં અકસ્માત નાં બનાવો અટકાવવા શહેરનાં બન્ને બ્રિજ પરના માગૅ પર પતલા લોખંડનાં તાર બાંધવા માટે જે તે વિભાગ ને સુચના આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

મકરસંક્રાંતિના પવૅ દરમિયાન ચાઈનીઝ દોરી પરના પ્રતિબંધનો ચુસ્તપણે અમલ કરાવવાની સાથે સાથે લોકોમાં જાગૃતિ આવે તેવાં ઉદેશથી હેન્ડબીલ છપાવી તેનું વિતરણ કરવાની સાથે શાળાના બાળકોમાં ચાઇનિઝ દોરી બાબતે જાણકારી આપવાનાં કાયૅક્રમો યોજવા માટે તેઓએ હિમાયત કરી હતી.તો પાલિકા દ્વારા પોલીસતંત્રને સાથે રાખીને શહેરમાં ચાઈનીઝ દોરી નાં વેચાણ પર રોક લગાવવા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા પણ કલેકટર દ્વારા આ બેઠકમાં સુચનાઓ આપવામાં આવી હતી અને શહેરીજનોને ચાઇનિઝ દોરી નો ઉપયોગ ન કરવા કલેકટર દ્વારા અપીલ પણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...