ક્રિકેટ પ્રેમીઓમાં આનંદ:પાટણમાં ટેનીસ અને ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થતા ખેલાડીઓમાં આઇપીએલ જેવો ક્રેઝ

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરની સેવાભાવી સંસ્થા દ્વારા આયોજન કરાયું

દેશમાં આઇપીએલ ટવેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટનું સમાપન થયા બાદ પાટણના ક્રિકેટ પ્રેમીઓ આઈપીએલ જેવી ક્રિકેટનો આનંદ માણી શકે તે માટે શહેરની એનજીઓ સંસ્થા દ્વારા અલગ અલગ મેદાનોમાં નાઈટ ક્રિકેટ, ટેનીસ અને પ્લાસ્ટીક ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે રાત્રિ દરમિયાન ચાલતી આ ટુર્નામેન્ટોને લઇ ક્રિકેટ પ્રેમીઓમાં આઇપીએલ જેવો ક્રેઝ જોવા મળી રહ્યો છે.

એ ડીવીઝન પોલીસ કર્મચારીઓની ટીમે પણ ભાગ લીધો
શહેરના કનસડા દરવાજા સ્થિતએમ.એન. હાઈસ્કૂલના વિશાળ મેદાનમાં શહેરની સેવાભાવી સંસ્થા દ્વારા નાઇટ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરની વિવિધ ટીમોની સાથે જનતાની ખડેપગે સેવા કરતા પાટણ એ ડીવીઝન પોલીસ કર્મચારીઓની ટીમે પણ ભાગ લીધો છે.

ગતરોજ યોજાયેલ ટુર્નામેન્ટમાં પાટણ એ ડીવીઝન પોલીસ સ્ટેશનની ટીમે ઝળહળતો વિજય મેળવ્યો હતો. જે બદલ ટુર્નામેન્ટના આયોજકો દ્વારા પોલીસ અધિકારીનું વિશેષ સન્માન કરવામાં આવ્યુ હતું.

આ ઉપરાંત શહેરના અનેક નાના મોટા ક્રિકેટ ગ્રાઉન્ડમાં નાઇટ ક્રિકેટ પ્લાસ્ટીક ટુર્નામેન્ટો યોજાઇ રહી છે ત્યારે રાત્રિ દરમ્યાન ક્રિકેટ પ્રેમીઓ તેને નિહાળી આનંદ માણી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...