વિવાદ:વારાહી સરકારી ગોડાઉન પાસે ફેંકી દેવાયેલ મીઠાની થેલીઓની તપાસ મંથર ગતિએ ચાલતા તર્ક વિતર્ક

વારાહી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સરકારી માર્કા વાળી થેલીઓ અને મીઠું ગાયબ થયા બાદ તપાસમાં વેરીફીકેશન થયું નથી
  • વારાહી ગોડાઉન નજીક ઝાડીમાં મીઠાની થેલીઓ મળી આવતા હોબાળો થયો હતો

સાંતલપુર તાલુકાના બીપીએલ અને અંતોદય કાર્ડ ધારકો માટે સરકાર દ્વારા ફાળવવામાં આવેલ આયોડીન યુક્ત મીઠાના જથ્થામાંથી 200 જેટલી મીઠાની સરકારી માર્કાવાળી થેલીઓ વારાહી ગોડાઉન નજીક બાવળોની ઝાડીમાં નાંખવામાં આવી હતી . જે બાબતે હોબાળો થતાં થેલીઓ અને મીઠું ગાયબ થયાબાદ તંત્ર દ્વારા તપાસ શરુ કરવામાં આવી હતી.પરંતુ દસ દીવસ બાદ પણ તપાસ ઠેરની ઠેર હોય તેવુ જીલ્લા પુરવઠા અધિકારીને પુછતા માલુમ પડ્યું હતું . 

જયારે દસ દીવસ બાદ આ બાબતે જિલ્લા પુરવઠા અધિકારીને પુછતા તેમને જણાવ્યુ હતુ કે હજુ તપાસ ચાલુ છે

વારાહી આબીયાણા રોડ પર આવેલ સરકારી પુરવઠા ગોડાઉન નજીક બાવળોની ઝાડીમાં  મીઠાનો  નીકાલ કરવામાં આવ્યો હતો .  જેની તપાસ મોડે મોડે પુરવઠા તંત્ર દ્વારા શરુ કરવામાં આવી હતી જેમાં વારાહી પુરવઠા નાયબ માલમતદાર દ્વારા જગ્યાનું પંચનામુ કરવામાં આવ્યુ હતુ જયારે સ્થળ પર મીઠું કે સરકારી માકવાળી થેલીઓ ગાયબ હોઈ આજુબાજુના લોકોના નીવેદનો લઈને તપાસનો રીપોર્ટ જિલ્લા કક્ષાએ મુકવામાં આવ્યો હતો . જયારે દસ દીવસ બાદ આ બાબતે જિલ્લા પુરવઠા અધિકારીને પુછતા તેમને જણાવ્યુ હતુ કે હજુ તપાસ ચાલુ છે અને તાલુકાની તમામ દુકાનોનુ વેરીફીકેશન કરવા નાયબ મામલતદારને સુચના આપવામાં આવી હોવાનું જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું .

અન્ય સમાચારો પણ છે...