તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પુનઃ તપાસ:પાટણ યુનિવર્સિટીનાં એમબીબીએસ ગુણ કૌભાંડ મામલે તપાસનો ધમધમાટ પુનઃ શરૂ, પુરાવાઓ ગૃહ વિભાગનાં અધિકારીને મોકલાયા

પાટણ9 દિવસ પહેલા
  • ગૃહ વિભાગનાં તપાસ અધીકારી દ્વારા કૌભાંડ મામલે યુનિવર્સિટી ખાતે સીલ કરાયેલાં પુરાવા મંગાવ્યા
  • એમબીબીએસનાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા ત્રણ નાપાસ વિધાર્થીઓની ઉતર વહીઓ બદલી તેમને પાસ કરવા થયું હતું કૌભાંડ
  • બે માસથી રજિસ્ટ્રાર ઓફિસમાં સીલ દસ્તાવેજોનું પોટકું કુલપતિ અને ઈસી સભ્યોની હાજરીમાં પંચનામું કરી ગાંધીનગર મોકલાયું
  • ભાજપના નેતાના પુત્ર સહિત 3 છાત્રોને નાપાસમાંથી પાસ કરવાનો મામલો વિધાનસભા સુધી પહોંચતા સી.એમ દ્વારા સચિવને તપાસ સોંપાઈ હતી

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી શૈક્ષણિક કૌભાંડોનું માલગોડાઉન બની ગઇ હોય તેમ એક પછી એક યુનિવર્સિટીનાં કૌભાંડ બહાર આવી રહ્યા છે. ત્યારે તાજેતરમાં જ યુનિવર્સિટીના એમબીબીએસમાં થયેલા કથીત કૌભાંડનો મામલો કારોબારી સમિતીની યોજાયેલી બેઠકમાં પ્રકાશમાં આવતા અને આ કૌભાંડ મામલે તટસ્થ તપાસ થાય અને કૌભાંડમાં સંડોવાયેલાને નસિયત કરવામાં આવે તે માટે રાજ્યના મુખ્યમંત્રી સહિત શિક્ષણ મંત્રી દ્વારા ગૃહ વિભાગને આ મામલે તપાસ સોંપવામાં આવી હતી. પરંતુ કોરોનાની મહામારીનાં કારણે આ કૌભાંડ મામલે તપાસની કામગીરી મંદ બની હતી, પરંતુ હાલમાં સમગ્ર ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શાંત પડતાં આ કૌભાંડની તપાસનો ધમધમાટ પુનઃ શરૂ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે મળતી માહિતી મુજબ, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં એમબીબીએસનાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા ત્રણ નાપાસ વિધાર્થીઓની ઉતર વહીઓ બદલી તેમને પાસ કરાયા હોવાનાં મામલે ગત 24મી માર્ચેનાં રોજ મળેલી યુનિવર્સિટીની કારોબારીની બેઠકમાં અધુરી ચર્ચાઓ બાદ તેની ઉત્તરવહીઓ શીલ કરી દેવામાં આવી હતી. જે ઉત્તરવહીઓ ગૃહવિભાગને સોંપવામાં આવી હતી. પરંતુ કોરોનાની મહામારીનાં કારણે આ મામલે તપાસ મંદ બની હતી, પરંતુ અત્યારનાં સંજોગોમાં કોરોનાની બીજી લહેર ઓછી થતાં ગૃહ વિભાગનાં તપાસ અધીકારી દ્વારા આ કૌભાંડની સાચી હકીકતો બહાર લાવવા સઘન તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

સીલ કરેલા પુરાવા
સીલ કરેલા પુરાવા

આ કૌભાંડ મામલે બુધવારના રોજ યુનિવર્સિટી કા.રજીસ્ટાર ડો. ડી.એમ.પટેલને પૂછતા તેમણે માત્રને માત્ર ગત કારોબારી સમિતિની ચર્ચાને આગળ ધરી સમિતિ દ્વારા તપાસ કરવામાં આવેલા કૌભાંડની અધુરી ચર્ચા બાદ ઉત્તરવહીઓને સીલ કરી દેવામાં આવી હોવાનું જણાવી આ મામલે ગૃહવિભાગ દ્વારા જે-તે તપાસ થયા બાદ જ કૌભાંડની સાચી હકીક્ત બહાર આવશે તેમ જણાવ્યું હતું.

યુનિવર્સિટીમાં રજિસ્ટ્રારની ઓફિસમાં બે માસથી કૌભાંડના સીલ કરાયેલ પુરાવા બહાર કાઢી અધિક ગૃહ સચિવે મોકલવામાં આવ્યા હતા.
યુનિવર્સિટીમાં રજિસ્ટ્રારની ઓફિસમાં બે માસથી કૌભાંડના સીલ કરાયેલ પુરાવા બહાર કાઢી અધિક ગૃહ સચિવે મોકલવામાં આવ્યા હતા.

અગાઉ યુનિવર્સિટીની મળેલી કારોબારીની બેઠકમાં અધુરી ચર્ચાના અંતે સિલ કરવામા આવેલા કૌભાંડનાં પુરાવાઓની તપાસ ચલાવી રહેલા ગૃહ વિભાગનાં અધિકારીઓ દ્વારા બુધવારના રોજ યુનિવર્સિટી પાસેથી મંગાવવામાં આવ્યા હતા અને સીલ કરેલા પુરાવાઓ યુનિવર્સિટીનાં કારોબારી સભ્યોની ઉપસ્થિતિમાં ખોલી ગૃહ વિભાગનાં તપાસ કરતાં અધીકારીને મોકલી આપવામાં આવ્યા હોવાનું યુનિવર્સિટીનાં કા.રજીસટાર ડો.ડી.એમ.પટેલે જણાવ્યું હતું.

ગેરરીતિ કરનાર સામે સરકાર કાર્યવાહી કરશે : હરેશ ચૌધરી (ઈસી)
તપાસ કરનાર યુનિવર્સીટીના ઇસી સભ્ય હરેશ ચૌધરીએ જણાવ્યું હતું કે એમ.બી.બી.એસ ગુણ સુધારણા કૌભાંડમાં તપાસ કરીને રિપોર્ટ ઇસી માં મુક્યો હતો. સાથે જે ઉત્તરવહીમાં ગુણ સુધારવામાં આવ્યા હતા તે પણ મૂકવામાં આવી છે. ગેરરીતિ થઈ છે જેની સમગ્ર વિગતો સીલ કરીને મુકાઈ હતી. જે આજે અમારી નજર સામે ખોલી અધિક સચિવને મોકલવામાં આવી છે. અમને પૂરો વિશ્વાસ છે કે તપાસ યોગ્ય થશે અને જે પણ લોકોએ ગેરરીતિ આચરી છે તેમની સામે સરકાર કાર્યવાહી કરશે.

આજની ઇસીમાં કૌભાંડ અંગે સભ્યો મુદ્દો ઉઠાવશે
ગુરુવારે યુનિવર્સિટીમાં ઇસી સભ્યોની બેઠક મળનાર છે. ગત ઇસી બેઠકમાં કૌભાંડના નિર્ણય મામલે મુદ્દો અધૂરો હોવા છતાં કુલપતિ દ્વારા ઇસી સભ્યોની જાણ બહાર જ મુલત્વી બેઠક પૂર્ણ જાહેર કરેલ હોઈ નવીન ઇસી બેઠકમાં પહેલો મુદ્દો જ ઇસી સભ્યો આ ઉઠવાશે. અને ઇસી બેઠક કેમ પૂર્ણ જાહેર કરી તે મામલે સભ્યો કુલપતિ સમક્ષ જવાબ માંગશે તેવું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...