તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પાટણમાં શિક્ષણાધિકારી પર 11 શિક્ષકોની બદલીમાં ગેરરીતિના આરોપ અંગે તપાસ

પાટણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાયબ નિયામકે ઓફિસમાં ફાઈલો તપાસી તો ટીમ શાળાઓમાં જઈ બદલીઓની વિગતો એકત્ર કરી રિપોર્ટ તૈયાર કર્યો, નિયામકમાં રજૂ કરશે

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આર્થિક લાભ માટે 11 શિક્ષકોની મનપસંદ શાળાઓમાં બદલી કર્યાના ગંભીર આરોપને લઈ નિયામક દ્વારા ઇન્ચાર્જ શિક્ષણાધિકારી પાસે રિપોર્ટ માંગતા શનિવારે મોકલાયો હતો. સોમવારે નિયામક દ્વારા નાયબ નિયામક સહિતના અધિકારીઓની ટીમ સ્થળ તપાસ માટે મોકલી હતી.પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બાબુભાઇ પ્રજાપતિ 1 જુલાઈએ વય નિવૃત થયા પહેલા અંતિમ દિવસોમાં નિયમો વિરુદ્ધ શિક્ષકોની મનપસંદ શાળાઓમાં રાતોરાત ગેરકાયદેસર રીતે બદલી કરી હોવાના હારિજના શિક્ષક નરેશ રાવલે આક્ષેપો કરી લેખિતમાં શિક્ષણ સમિતિ અને શિક્ષણ વિભાગમાં રજૂઆત કરી હતી.

​​​​​​​શુક્રવારે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં થયેલ તમામ શિક્ષકોની બદલીઓની વિગતો શાળામાંથી મંગાવી રિપોર્ટ તૈયાર કરી શનિવારે નિયામકને મોકલાવ્યો હતો. નિયામક દ્વારા રિપોર્ટ આધારે સ્થળ તપાસ માટે નાયબ નિયામકની ટીમ સોમવારે પાટણ જિલ્લા શિક્ષણ વિભાગમાં મૂકી હતી જેમાં નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી એમ.કે. રાવલ, મદદનીશ નિયામક તેમજ તેમની ટીમ શિક્ષણ વિભાગમાં નાયબ નિયામક અને મદદનીશ નિયામક દ્વારા પૂર્વ શિક્ષણ અધિકારી દ્વારા કરેેલી વહીવટી કામગીરી,બદલી અંગેની ફાઈલની તપાસ કરી હતી. પ્રાથમિક શિક્ષણ નાયબ નિયામકે જણાવ્યું કે આજે તમામ ફાઇલો અને બદલી અંગે થયેલી કાર્યવાહીની તપાસ કરી છે તેનો રિપોર્ટ તૈયાર કરીને બુધવારે નિયામક સમક્ષ રજૂ કરાશે ત્યારબાદ નિયામક દ્વારા રિપોર્ટ આધારે આ અંગે કાર્યવાહી કરશે.

અન્ય સમાચારો પણ છે...