માગ:કાળઝાળ ગરમીમાં કામદારોને બપોરે રિશેષ આપવા રજૂઆત

પાટણ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટણ પાલિકામાં બપોરે 1થી સાંજે 4 રાહત આપો

પાટણ સહિત સમગ્ર રાજ્યમાં ગરમીનું પ્રમાણ 45 ડિગ્રીની આસપાસ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ 45 ડિગ્રી ઉપર તાપમાન જઈ શકે છે. તેને ધ્યાનમાં રાખીને શહેરમાં કામ કરતા મજૂરોને બપોરના સમયે રાહત રિશેષ આપવા માગ થઈ રહી છે.

ઉત્તર ગુજરાતમાં આગામી એક અઠવાડિયા સુધી અથવા ગરમીનું પ્રમાણ ઓછુ ના થાય ત્યાં સુધી પાટણ પાલિકાના સફાઈ કામદારો તેમજ વોટર વર્કસ શાખા, બાંધકામ શાખા કે અન્ય શાખાના કામદારોને આ ભયંકર કાળઝાળ ગરમીથી બચવા બપોરના 1થી સાંજના 4 કલાક સુધી કામમાંથી રાહત આપવા કોર્પોરેટર રાજેન્દ્ર કે. હિરવાણીયાએ પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને સબંધિત શાખાના ચેરમેનોને લેખિત રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...