માંગણી:સોસાયટી વિસ્તારના વિકાસ કામો માટે લોકભાગીદારીને બદલે સો ટકા ગ્રાન્ટની યોજના લાવો, સીઆરને રજૂઆત

પાટણ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકાર સો ટકાની યોજના લાવી હતી પણ પછી ફરી લોકભાગીદારી અમલી બનાવતા લોકો નિરસ

શહેરમાં સોસાયટી વિસ્તારના વિકાસ કામો માટે રાજ્ય સરકાર દ્વારા 70 :30ની લોકભાગીદારીવાળી યોજના અમલમાં લાવવામાં આવેલી છે. પરંતુ તેના બદલે 100 ટકા સરકારી ગ્રાન્ટથી વિકાસ કામો કરવા મંજૂરી આપવામાં આવે તે માટે નગરપાલિકા દ્વારા પ્રદેશ ભાજપ અધ્યક્ષને રજૂઆત કરવામાં આવી છે .રાજ્ય સરકાર દ્વારા શહેરી વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાના વિકાસ કામો માટે લોકભાગીદારીની યોજના અગાઉથી અમલમાં હતી પરંતુ ત્રણ વર્ષ અગાઉ સો ટકા સરકારી ખર્ચથી સોસાયટી વિસ્તારમાં પ્રજાલક્ષી કામો કરવા માટે સરકારી યોજના બનાવી હતી.

પરંતુ તે નિર્ણય રદ કરીને ફરીથી 70: 30 ની યોજના અમલમાં લાવવામાં આવેલી છે પરંતુ લોકો ફાળો ભરવા માટે તૈયાર થતા નથી અને સોસાયટી વિસ્તારોમાં પાણી ભૂગર્ભ રોડ રસ્તા સહિત અન્ય કામો થઇ શકતા નથી. ભૂગર્ભ ગટરના ખાનગી જોડાણોને મુખ્ય પાઇપલાઇનમાં લિંક કરવા માટે પણ લોકભાગીદારીની યોજના લાવવામાં આવેલી છે.

તેવા જોડાણોનો સર્વે એજન્સી દ્વારા કરાવવા માટે પાલિકાના સામાન્ય સભામાં નિર્ણય કરાયો હતો.નગરપાલિકાના ઉપપ્રમુખ ધર્મેશ પ્રજાપતિએ જણાવ્યા મુજબ સો ટકા સરકારી ખર્ચે વિકાસ કામો કરવા માટે સરકાર દ્વારા નિર્ણય કરાય તો શહેરમાં દોઢસો -બસોથી વધુ સોસાયટીઓને તેનો લાભ મળી શકે છે. આ અંગે પાલિકા દ્વારા પ્રદેશ ભાજપ અધ્યક્ષ રજૂઆત કરતા તેમણે રજૂઆત સરકારને ધ્યાને મુકવા ખાતરી આપી છે.

અન્ય સમાચારો પણ છે...