ઇન્ટરવ્યૂ પ્રક્રિયા:યુનિવર્સિટી સ્ટાફ ભરતીમાં વિવાદ ટાળવા સરકારના પ્રતિનિધિઓને હાજર રાખી ઇન્ટરવ્યૂ લેવાયા

પાટણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • પ્રથમ દિવસે સેલ્ફ ફાઇનાન્સ વિભાગોમાં 14 જગ્યાઓ માટે 68 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવાયા

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા સ્ટાફની કરાર આધારિત જગ્યાઓની ભરતી માટે ઇન્ટરવ્યૂ શરૂ કરાયા હતા. જેમાં બુધવારે પ્રથમ દિવસે પાંચ વિભાગની 14 જેટલી જગ્યાઓ માટે ઉપસ્થિત રહેલા 68 જેટલા ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લઈને પસંદગી કરાઇ હતી. કેમ્પસ ના અલગ અલગ વિભાગમાં કુલ 74 જગ્યાઓ માટે 30 જૂલાઇ સુધી આ ઈન્ટરવ્યુ થનાર છે.જેમાં રોજ બેરોજ સરકારના પ્રતિનિધિઓ ઉપસ્થિત સમગ્ર ઇન્ટરવ્યૂ પ્રક્રિયા થશે.

યુનિવર્સિટી દ્વારા કેમ્પસમાં સેલ્ફ ફાઈનાન્સ વિભાગોમાં લીગલ ઓફિસર આસિસ્ટન્ટ પ્રોફેસર , આઈટી સોફ્ટવેર એન્જિનિયર , વેબ ડેવલોપર , આસિસ્ટન્ટ પ્રોફેસર લેબ આસિસ્ટન્ટ એસોસિએટ પ્રોફેસર ટ્રેનિંગ ઓફિસર અને ટ્યુટર પોસ્ટ માટે 68 ઉમેદવારો હાજર રહ્યા હતા.જેમના સરકારની સૂચના મુજબ સરકારી પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં કમિટી દ્વારા ઇન્ટરવ્યૂ લેવાયા હતા અને ક્વોલીફિકેશન બાદ તેમનું પસંદગી કરી બંધ કવરમાં નામ યુનિવર્સિટીને અપાયા હતા.

પ્રથમવાર ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાં સરકારી પ્રતિનિધિઓ હાજર રહ્યા
યુનિવર્સિટી દ્વારા કરાર આધારિત ભરતી પ્રક્રિયા પોતાના એક્સપર્ટ કમિટી દ્વારા જ ઇન્ટરવ્યૂ લઈને પસંદગી કરાતી હતી.પરંતુ પ્રથમવાર કોઈ વિવાદ ન થાય અને શાંતિપૂર્ણ માહોલમાં ક્વોલિફાઇડ સ્ટાફની ભરતી થાય તે માટે શિક્ષણ વિભાગમાં અને સરકારમાં તમામ વિગતો મોકલી તેમના માર્ગદર્શન મુજબ સરકારના પ્રતિનિધિની હાજર રાખીને ઇન્ટરવ્યૂ ની પ્રક્રિયા શરૂ કરાઇ છે.

જેમાં પ્રથમ દિવસે ડૉ.પ્રતિક બારોટ ગાંધીનગર સરકારી કોલેજ ,ડૉ. હર્ષ ચૌધરી ક્તપુર એન્જિનિરિંગ કૉલેજ ,વીર નર્મદ યુનિર્સિટીના બે પ્રિન્સિપાલ .. જ્યદેવી ગુલબડી ડૉ. વિમલ પંડ્યા તેમજ સરકારી સાયન્સ ડીન ડૉ. જગદીશ પ્રજાપતિ હાજર રહ્યા હતા. બાકીના દિવસોમાં પણ અલગ અલગ સરકારના પ્રતિનિધિઓ હાજર રહેનાર છે. એક દિવસ માટે સ્પેશિયલ શિક્ષણ વિભાગના અધિકારીઓ પણ ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાં હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...