આરોગ્ય સેવાઓમાં વધારો:પાટણ જિલ્લા પંચાયત ખાતે ઔષધાલયો માટે ડોક્ટરોના ઇન્ટરવ્યું યોજાયા

પાટણ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકોને સાંજે આરોગ્ય સેવા મળે તે માટે દિનદયાળ ઔષધાલય શરૂ થશે

રાજ્યમાં કોરોનાના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં લઈને પાટણ જિલ્લામા આરોગ્યની સેવાઓમા વધારો કરવામાં આવી રહ્યો છે. જેમાં પાટણ શહેરમાં સ્થાનિક કક્ષાએ લોકોને આરોગ્ય સેવા મળી રહે તે માટે કુલ 13 દિનદયાળ ઔષધાલય કાર્યરત કરી લોકોને સાંજના સમયે સેવાનો લાભ પૂરો પાડવા નિર્ણય કરાયો છે. જેને લઇ જિલ્લા પંચાયત ખાતે ઔષધાલયો માટે ડોકટરોના ઇન્ટરવ્યું યોજાયા હતા.

પાટણના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર્યએ જણાવ્યું હતું કે, પાટણ જિલ્લામાં હાલમાં પાટણમાં 3 અને સિદ્ધપુરમાં 1 મળી 4 દીનદયાળ ક્લિનીક કાર્યરત છે અને આગામી સમયમાં બીજા નવા 9 ઔષધાલય ખોલવામાં આવશે. આ માટે આજે ડોક્ટરોની નિમણુંક માટેના ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યા હતા.

શહેરી વિસ્તારમાં સ્થાનિક લોકોને નજીકમાં આરોગ્યની સેવાઓ મળી રહે તે તેની પાછળનો મુખ્ય હેતુ રહ્યો છે. આ ઔષઘાલયો માટે ડોક્ટરોની નિમણુંક કરવા આજે જિલ્લા પંચાયત પાટણ ખાતે આરોગ્ય વિભાગમાં એમબીબીએસ અને આયુષ તબીબોના વોક ઇન ઇન્ટરવ્યૂનું આયોજન કરાયું હતું.

11 માસના કરાર આધારિત ડોક્ટરોની પસંદગી માટે ડીડીઓની અધ્યક્ષતામાં સીડીએચોઓ, એડીએચઓ, નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસરની કમિટી બનાવી ઇન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...