તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Interview Process For 3291 Seats Of 309 Colleges Affiliated To Hemchandracharya University Was Conducted In A Peaceful Atmosphere.

ઈન્ટરવ્યુ:હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન 309 કોલેજોની 3291 જગ્યા માટે ઈન્ટરવ્યુ પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં હાથ ધરવામાં આવી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રિદિવસીય ચાલનાર આ ઈન્ટરવ્યુ પ્રક્રિયાને લઈ યુનિવર્સિટીનાં ત્રણ વિભાગોમા વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવી
  • પ્રિન્સીપાલ,આ.પ્રિન્સીપાલ, આ.પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર ટયુટર ગ્રંથપાલ માટે હજારો શિક્ષિત બેરોજગારો ઉમટ્યાં

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન 309 જેટલી કોલેજોમાં પ્રિન્સિપાલ, આસિસ્ટન્ટ પ્રિન્સિપાલ, આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિયેટ પ્રોફેસર તેમજ ટ્યુટર ગ્રંથપાલ PTI સહિતની કુલ 3291 જેટલી જગ્યાઓ 11 માસના કરાર આધારિત ભરતી માટેના વોક ઈન ઓપન ઈન્ટરવ્યુ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનાં અલગ અલગ ત્રણ ડિપાર્ટમેન્ટોના કેમ્પસમાં શનિવારના રોજ થી યુનિવર્સિટીના કુલપતિ ડો.જે જે વોરા સહિત ઈન્ટરવ્યુ કોડિનેટર તેમજના જુદી જુદી ફેકલ્ટીના તજજ્ઞો ની ખાસ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યા હતા.

આ ઈન્ટરવ્યુ પ્રક્રિયા જુદા-જુદા વિષયો માટે અલગ અલગ ત્રણ દિવસ એટલે કે તા.28/29 અને તા.5 નાં રોજ યોજાશે. 11 માસના કરાર આધારિત સ્ટાફ ભરતી માટે હજારો શિક્ષિત બેરોજગારો યુનિવર્સિટી કેમ્પસમાં ઉમટી પડ્યા હોય તેવાં દ્રશ્યો જોવા મળ્યા હતા.તો આ ઈન્ટરવ્યુ પ્રક્રિયા પાછળ થનાર ખચૅ ને પહોંચી વળવા માટે યુનિવર્સિટી દ્વારા સંલગ્ન દરેક કોલેજ સંચાલકો પાસેથી રૂ.25 હજારની ફી વસુલવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી નાં હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગ સહિતના અલગ-અલગ ત્રણ ડિપાર્ટમેન્ટ કેમ્પસમાં આયોજિત કરાયેલ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં 11 માસના કરાર આધારિત સ્ટાફના ઈન્ટરવ્યુ પ્રક્રિયાનો ખુબજ શાંતિ પૂર્ણ માહોલમા પ્રારંભ થયો હતો.

યુનિવર્સિટી સંલગ્ન 309 કોલેજો માટે 11 માસના કરાર આધારિત સ્ટાફ માં પ્રિન્સીપાલ 301, આસિસ્ટન્ટ પ્રિન્સિપાલ 14, આસિસ્ટન્ટ પ્રોફેસર 2416, એસોસિયેટ પ્રોફેસર 118, ટયુટર ગ્રંથપાલ PTI 442 મળી કુલ 3291 સ્ટાફ ભરતી માટે વોક ઈન ઓપન ઈન્ટરવ્યુ યોજનાર હોવાનું યુનિવર્સિટી નાં કુલપતિ ડો જે જે વોરા અને ઈન્ટરવ્યુ કો ઓર્ડીનેટર ડો.લલીત પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...