ભરતી:હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના 13 વિભાગમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી માટે ઇન્ટરવ્યૂ

પાટણ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 25 જગ્યાઓ માટે 12થી 14 ઓક્ટોબર ભરતી પ્રક્રિયા થશે

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના 13 વિભાગોમાં 25 જગ્યા માટે 12થી 14 ઓક્ટોબર ઈન્ટરવ્યૂ યોજાશે. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેક, આર્કિટેક્ચર વિભાગ , ડિપાર્ટમેન્ટ ઓફ જર્નાલિઝમ, અંગ્રેજી વિભાગ, લાઇફ સાયન્સ, બિઝનેસ મેનેજમેન્ટ, કેમેસ્ટ્રી વિભાગ, યોગા કોમ્પ્યુટર સેન્ટર અને રીઝલ્ટ સેન્ટર, એમએસસી કેમેસ્ટ્રી, ફાયર સેફટી વિભાગ અને હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગ મળી કુલ 13 વિભાગોના આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર, ટેક્નિકલ આસિસ્ટન્ટ, ટીચિંગ આસિસ્ટન્ટ, ડ્રિલ માસ્ટર, આઈટી સોફ્ટવેર એન્જિનીયર, વેબ ડેવલોપર સહિતની 25 જગ્યાઓ માટે કેમ્પસના હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગમાં કરાર આધારિત ભરતી માટે ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 9 કલાકથી ઇન્ટરવ્યૂ શરૂ થશે. જેમાં શૈક્ષણિક સ્ટાફની ભરતીમાં શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવાર હાજર રહી શકશે.

અન્ય સમાચારો પણ છે...