બેદરકારી:પાટણમાં ઓવર બ્રિજના બાંધકામનું ખોદકામ કરતાં ઇન્ટરનેટ કેબલ કપાયા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દુકાનો અને કચેરીઓમાં ઓનલાઈન કામ અટવાઈ રહ્યું
  • સિદ્ધપુર ચોકડી વિસ્તારમાં કલાકો સુધી ઈન્ટરનેટ બંધ રહેતાં હાલાકી

પાટણ શહેરમાં સિદ્ધપુર ચોકડી ઉપર બ્રિજની કામગીરીના ખોદકામ દરમિયાન ઇન્ટરનેટ કનેક્ટિવિટીના વાયરો તૂટી જતાં કલાકો સુધી ઈન્ટરનેટ સેવા ખોરવાતા વિસ્તારમાં આવેલ ઓફિસો, કચેરીઓમાં ઓનલાઈન કામ અટવાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. કંપની દ્વારા સત્વરે રિપેરિંગ કરતા ફરી ઈન્ટરનેટ સુવિધા કાર્યરત થઇ હતી.

ઓવરબ્રિજની કામગીરી દરમિયાન ગુરુવારે મજૂરો દ્વારા જમીનમાં ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન અંદર આવેલા ઈન્ટરનેટના વાયરો કપાઈ જતાં સિદ્ધપુર ચોકડીથી ટીબી ત્રણ રસ્તા સુધીના વિસ્તારમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી ખોરવાઈ જતાં નેટ બંધ થઈ જવા પામ્યું હતું. નેટ બંધ થતાં વિસ્તારમાં આવેલ ખાનગી તેમજ સરકારી કચેરીઓ અને ઈન્ટરનેટથી ચાલતા ધંધા-વેપારના કામો અટવાઇ પડતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

મજૂરોની બેદરકારીને લઇને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઇન્ટરનેટની સુવિધા તાત્કાલિક ફરી શરૂ થાય તે માટે કંપનીના માણસોએ વાયરોનું જોડાણ હાથ ધરતા સાંજ સુધીમાં ફરી ઇન્ટરનેટની સુવિધા કાર્યરત થયા બાદ શહેરના ઇન્ટરનેટથી કામ કરતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...