હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સ્થાપિત CASH કમિટી અગેઇન્સ્ત સેક્સ્યુઅલ હેરેસમેંટ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં 2 સેશન માં કાર્યક્રમ ને કરવામાં આવ્યો હતો.જેમાં પ્રથમ સેશન માં પ્રાથના, યુનિવર્સિટી સોંગ,દીપ પ્રાગટ્ય દ્વારા Cracking the code for Gender Equal Future ની થીમ સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણી નો કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો
યુનિવર્સિટી માં કુલપતિ ડૉ. રોહિતકુમાર દેસાઈની અધ્યક્ષતામાં કાર્યક્રમ ની શરૂઆત CASH ના ચેરપર્સન ડૉ. સંગીતા શર્મા દ્વારા મહેમાનો નો પરિચય તથા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યુ. ત્યારબાદ મહેમાનો ને બુકે અને મોમેંટો થી નવાજીને નગર પાલિકા પ્રમુખ સ્મિતબેન પટેલ દ્વારા મહિલાઓ ના સશક્તિકરણ બાબતે બહેનો ને પ્રોત્સાહન આપીને બિરદાવીને સમાજ ને સુંદર મેસેજ આપ્યો હતો.
ત્યારબાદ ડૉ. શ્રુતિ કે અનેરાઓ, ડિરેક્ટર અને હેડ ધરોહર સેન્ટર ફોર ઇન્ડિયન નોલેજ સ્કૂલ ઓફ IKS,GTU અમદાવાદ દ્વારા વૈદિક કાળથી મહિલા શક્તિ, સહન શકિત, દૈવી શક્તિ, બૌદ્ધિક શક્તિ તથા આપના ભવ્ય વારસા ની સુંદર પીપિટી દ્વારા ગૌરવ પૂર્ણ ઉદાહરણ દ્વારા પ્રસંગોચિત વક્તવ્ય આપવામાં આવ્યુ. ત્યારબાદ ડૉ. ભાવિષા વેગાડ, ડીપા. ઓફ ફાર્માકોલોજી GMERS, મેડિકલ કોલેજ ધારપુર દ્વારા સુંદર કવિતા દ્વારા સાચા અર્થમાં મહિલા સશકિતકરણ અને આજ ના કાર્યક્રમ થી અનુરૂપ વક્તવ્ય આપવામાં આવ્યુ.
આ કાર્યક્રમમાં યુનિવર્સિટી ના જ ભૂતપૂર્વ કેમિસ્ટ્રી વિભાગ ના વિદ્યાર્થી ખૂબજ નાની ઉંમર ના અને હાલ માં એડમીન માં આસિસ્ટન્ટ રજીસ્ટાર તરીકે નું ખૂબ જ મહત્વનું પદ શોભવવની સિદ્ધિ મેળવવા બદલ ડૉ. પારૂલ ત્રિવેદી નું શિલ્ડ દ્વારા સન્માન કરવામાં આવ્યું. કુલપતિ દ્વારા અધ્યશિય ઉદબોધનમાં કાર્યક્ર્મના આયોજન ને બિરદાવીને ખૂબજ પ્રોત્સાહિત કરે તેવું વક્તવ્ય અને જૂની કાચબા સસલા ની સ્ટોરીને નવું રૂપ આપીને જેંડર ઈક્વાલિટી વિશે બહુજ સુંદર વાત કરવામાં આવી. કાર્યક્રમમાં ડે.ર.ડૉ.કમલ મોઢ, ડૉ. આદેશ પાલ, ડૉ. અતુલ કડિયા સર તથા યુનિવર્સિટી ના લિગલ એડવાઇઝર ઈશ્વરભાઈ ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. પ્રથમ સેશન ના અંતે ડૉ. સ્મિતા વ્યાસ દ્વારા આભારવિધિ કરીને રિફ્રેશમેંટ માટે બ્રેક પાડીને કાર્યક્ર્મ ના બીજા સેશન માં જુદી જુદી હરીફાઈઓ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં મહેંદી સ્પર્ધા માં બહેનોએ ભાગ લીધેલ પૂજા ત્રિવેદી ને પ્રથમ વિજેતા મનીષાબેન ને દ્વિતીય વિજેતા જાહેર કરવામાંઆવેલ.ત્યાર બાદ હૈર સ્ટાઇલ સ્પર્ધા માં બહેનોએ ભાગ લીધેલ જેમાંથી વૈશાલીબેન પટેલ પ્રથમ વિજેતા, નેહા બેન પટેલ ને દ્વિતીય વિજેતા જાહેર કરવામાં આવેલ.અને તેઓ ને શિલ્ડ થી નવાજવામાં આવેલ. આ હરીફાઈઓ માં નિર્ણાયક તરીકે ડૉ. અંજુમન કાદરી તથા નીપા ચૌહાણ એ કામગિરી કરેલ.
ત્યારબાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યા.જેમાં યુનિવર્સિટી ની બહેનો દ્વારા ગરબા તથા ગીતો ગાવાનું સુંદર કાર્યક્ર્મ થયો.જેમાં ગરબા માં બહેનો તથા ગીત ગાવામાં બહેનોએ ઉત્સાહ પૂર્ણ ભાગ લીધેલ. ભાગ લેનાર દરેક ને સર્ટિફિકેટ આપવામાં આવ્યા.CASH કમિટી ની બહેનો નિપા ચૌહાણ, ડૉ.સપના પટેલ,રૂપક વ્યાસ ,મેઘના પટેલ, ડૉ અંજુમન કાદરી,ડૉ. રિદ્ધિ અગ્રવાલ તથા ડૉ.નેહા પટેલ ની સમગ્ર ટીમ દ્વારા ખૂબ જ ઉત્સાહ થી આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું અને યુનિ. ના અઘિકારીઓ દ્વારા આ સ્પેશિયલ દિવસ ના યુનિ. કેમ્પસ માં કામ કરતી દરેક બહેનો ને કાર્યક્ર્મ માં ભાગ લેવા પ્રોત્સાહન આપવામાં આવેલ.અંતે રાષ્ટ્રગાન દ્વારા કાર્યક્ર્મ ને પૂર્ણ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં યુનિ. કેમ્પસ ના વિવિધ વિભાગો માંથી નક્કી કરેલ નિયમો મુજબ અભ્યાસોતર સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ ને 'WOW' વન્ડરફૂલ આઉટસ્ટેડિંગ વુમન એવોર્ડ થી સન્માનવામાં આવી,જેમાં
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.