ઓનલાઈન અરજી ફરજિયાત:નાણાના ધીરધાર કરનારાઓને તમામ કામગીરી ઓનલાઇન કરવા સુચના

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રજિસ્ટ્રેશન તેમજ રિન્યુઅલની અરજીઓ ઓનલાઈન કરવી ફરજિયાત

પાટણ જિલ્લામાં રજિસ્ટ્રાર ઓફ મનીલેન્ડર્સ કક્ષાએ ગુજરાત નાણાં ધીરધાર કરનાર બાબત અધિનિયમની વિવિધ કલમો હેઠળ થતી નાણાં ધીરધાર કરનારાઓના નવીન રજિસ્ટ્રેશન તેમજ રિન્યુલની અરજીઓ ઓનલાઈન જ સ્વીકારવાની રહેશે. રજિસ્ટ્રાર જનરલ ઓફ મનીલેન્ડર્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના તા.17/06/2022ના પરિપત્રથી www. ecooperative.gujarat.gov.in પોર્ટલ અંતર્ગત હવે પછી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ઇસ્યુ કરવા સહિત તમામ પ્રક્રિયા ઓનલાઈન જ રહેશે.

ગુજરાત નાણાં ધીરધાર કરનાર બાબત અધિનિયમ-2011 અને નિયમો 2013 અંતર્ગત રાજ્યમાં નાણાં ધિરધારની પ્રવૃતિનું નિયમન કરવામાં આવે છે, જે માટે નવા રજિસ્ટ્રેશન તેમજ રજિસ્ટ્રેશન રિન્યુ કરવા અંગેની અરજીઓ હાર્ડકોપી સ્વરૂપે મળતી હોય છે.

આ કામગીરી વધુ ઝડપી અને સરળ બને તે માટે ડીજીટલ તથા પેપરલેસ વહીવટના ભાગરૂપે મુખ્યમંત્રી દ્વારા તા.09/02/2022ના રોજ રાજ્યમાં ગુજરાત નાણાં ધીરધાર કરનારા બાબત અધિનિયમ-2011 તથા નિયમો 2013ની જોગવાઈઓના અસરકારક અમલ માટે E-COOPERATIVE PORATAL લોન્ચ કરેેલ છે. તેથી હવે તમામ પ્રક્રિયા ઓનલાઈન કરવાની રહેશે. તેવું રજિસ્ટ્રાર ઓફ મનીલેન્ડર્સ અને જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, પાટણની જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...