બેઠક:રાહત બચાવ કામગીરી માટે યાંત્રિક અને સાદી બોટ, હેમર, ટ્રી-કટર સહિત સાધનો તૈયાર રાખવા સૂચના

પાટણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસાને અનુલક્ષીને પાટણ નગરપાલિકામાં આગોતરી વ્યવસ્થા અંગે બેઠક

પાટણ નગરપાલિકા ખાતે આગામી ચોમાસાને અનુલક્ષીને રાહત બચાવની કામગીરી અને લોકોને કોઈ હાલાકી ન પડે તે માટે આગોતરી વ્યવસ્થા ગોઠવવા ગુરુવારે બેઠક બોલાવી હતી. જેમાં ફાયર શાખા ,વોટર વર્કસ, ભૂગર્ભ ગટર, બાંધકામ, સ્વચ્છતા તેમજ અન્ય શાખાઓના કર્મચારીઓને કરવાની થતી કામગીરી અંગે સૂચના આપી હતી. ચીફ ઓફિસર દ્વારા ફાયર ટીમને કોઈપણ સ્થળે જવું પડે ત્યારે શહેરમાં વ્યવસ્થા ન ખોરવાય તે જોવા માટે સૂચના આપી હતી.

પાલિકા ચીફ ઓફિસર પંકજ બારોટ દ્વારા વિવિધ શાખાના કર્મચારીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. ફાયર શાખા દ્વારા વધારાના લાઈફ જેકેટ મંગાવા પડશે તેમ જણાવતા 5 પેકેટ મંગાવી લેવા સૂચના આપી હતી. ફાયર શાખાના 12 તરવૈયા તાલીમ બધ્ધ છે તે રજૂઆત પછી પાણી પુરવઠા શાખાના કર્મચારીઓને પાણી ઉલેચવા માટેના પંપ ઓપરેટ કરવાની તાલીમ આપવા અને મદદ માટે તૈયાર રહેવા સૂચના આપી હતી. રાહત બચાવ કામગીરી માટે યાંત્રિક અને સાદી બોટ, હેમર ,ટ્રી- કટર જેવી સાધન સામગ્રી તૈયાર રાખવા જણાવ્યું હતું. બુલેટથી હોડી ખેંચી શકાય તેનું ધાનેરાનું દ્રષ્ટાંત આપી 40 માણસોને બચાવાયા હતા તેવું માર્ગદર્શન આપ્યું હતું.

દરેક નગરપાલિકાઓને પરિપત્ર કરવા સૂચના
પાટણ ખાતે જિલ્લા ફાયર શાખા કાર્યરત છે ત્યારે દરેક નગરપાલિકાઓને તેમની ટીમ તૈયાર અને કાર્યરત રાખવા પરિપત્ર કરવા જિલ્લા ફાયર ઓફિસર સ્નેહલ મોદીને સૂચના આપી હતી. શહેર અને જિલ્લાના પાણી ભરાવાના સ્થળો અંગે ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ જયભાઈ રમીએ વિગતો દર્શાવી હતી.

અન્ય સમાચારો પણ છે...