તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરિપત્ર:યુનિવર્સિટીની નવીન સત્રમાં આંશિક ફી સાથે છાત્રોને પ્રવેશ આપવા કોલેજોને સૂચના

પાટણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના મહામારીને લઇ વાલીઓની રાહત માટે યુનિવર્સિટીએ પરિપત્ર કર્યો

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા સંલગ્ન કોલેજોને કોરોના મહામારીને લઇ ઉભી થયેલ આર્થિક સંક્ર્મણને લઇ વાલીઓને રાહત મળે માટે નવીન સત્રમાં તમામ છાત્રોને આંશિક ફી સાથે પ્રવેશ આપવા માટે સૂચના આપી છે.ઓગસ્ટ માસમાં પણ ઓનલાઇન શિક્ષણકાર્ય શરૂ રાખી ટાઈમ ટેબલ વેબસાઈટ પર મુકવા સહીત યુનિવર્સીટીમાં રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે.

ઓગસ્ટ માસમાં ઓનલાઇન શિક્ષણકાર્ય કોલેજોમાં શરૂ રાખવા આદેશ કરાયો છે
યુનિવર્સિટી દ્વારા નવીન શૈક્ષણિક સત્રની શરૂઆતમાં ફક્ત બીએસસીમાં પ્રવેશ લેતા છાત્રો માટે આંશિક ફી લઇ પ્રવેશ આપવા બીએસસી કોલેજોને સૂચના આપી હતી. પરંતુ હાલમાં મહામારી લંબાતા અને વિદ્યાર્થીઓની રજુઆતને ધ્યાને લઇ વાલીઓના હિતમાં તાજેતરમાં કુલપતિ દ્વારા તમામ છાત્રોને નવીન સત્રમાં આંશિક ફી ભરે તો તેમને પ્રવેશ આપવામાં આવે તેવો પરિપત્ર કરી તમામ કોલેજોને સૂચના આપવામાં આવી છે. સરકાર દ્વારા ઓગસ્ટ માસમાં શાળા કોલેજો બંધ રાખવાનો આદેશ કરતા ઓગસ્ટ માસમાં ઓનલાઇન શિક્ષણકાર્ય કોલેજોમાં શરૂ રાખવા આદેશ કરાયો છે. ઉપરાંત ગત માસમાં કેટલીક કોલેજો દ્વારા ઓનલાઇન શિક્ષણકાર્યનું ટાઈમ ટેબમ યુનિવર્સીટીમાં રજૂ કરવામાં આવ્યું ન હતું. જેથી ઓગસ્ટ માસનું ઓનલાઇન શિક્ષણનું આયોજન અને ટાઈમ ટેબલ કોલેજોનું વેબસાઈટ પર મુકવા સહીત ફરજીયાત યુનિવર્સીટીમાં પણ રજૂ કરવા કડક સૂચના આપી છે જે કોલેજો ટાઈમટેબલ રજૂ નહીં કરે તે કોલેજોમાં શિક્ષણકાર્ય ચાલુ કર્યુ નથી તેવું માની સરકારને જાણ કરાશે તેવી તાકીદ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...