આયોજન:આગામી વાઇબ્રન્ટ સમિટ માટે વધુમાં વધુ ઉદ્યોગ સાહસિકો સુધી પહોંચવા તંત્રને સૂચના

પાટણ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્ય સરકાર દ્વારા આગામી નવા વર્ષમાં વાઇબ્રન્ટ સમિટ યોજવા માટેની ગતિવિધિઓ શરૂ થઇ છે ત્યારે પાટણ જિલ્લામાં પણ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને જીઆઇડીસીના ઉપક્રમે વધુમાં વધુ નાના ઉધોગો સમિટમાં જોડાય અને એમઓયુ કરવામાં આવે તેવી સુચના આવી છે જેને લઇ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા પ્રાથમિક સ્તરે આયોજન હાથ ધરાયું છે. અત્રે નોંધનીય છે કે ગયા વખતે જિલ્લા ઉદ્યોગ વિભાગ દ્વારા થયેલા એમઓયુ પૈકી 83 ટકા પ્રોજેક્ટ શરૂ થઈ ગયા છે.

રાજ્ય સરકાર દ્વારા જાન્યુઆરી ફેબ્રુઆરી માસમાં દર વર્ષે વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવે છે. જેમાં મોટા ઉદ્યોગો માટે ઈન્ડેક્સ્ટ બી નોડલ એજન્સી છે જ્યારે નાના પ્રોજેક્ટ માટે જિલ્લા ઉદ્યોગ કચેરી તેમજ જીઆઇડીસી કામ કરે છે. ઉપરાંત એન્જિનિયરિંગ સહકાર સોલાર એનર્જી એજ્યુકેશન અલગ-અલગ વિભાગના અલગ-અલગ એમ.ઓ.યુ કરાય છે. ચાલુ સાલે દિવાળી પછી વાઇબ્રન્ટ સમિટ માટે જિલ્લા ઉદ્યોગ અને જીઆઇડીસી દ્વારા ગતિવિધિઓ શરૂ કરી દેવામાં આવી છે.

જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સૂત્રોના જણાવ્યા મુજબ ઉધોગ વિભાગ ને સમિટ માટેની જવાબદારીઓ આપી દેવામાં આવી છે અને તેના દ્વારા આયોજન શરૂ કરાયું છે. એકાદ સપ્તાહમાં આખરી ઓપ આપી દેવામાં આવશે . વધુમાં વધુ ઇન્વેસ્ટર્સ સુધી પહોંચવા માટે સૂચના આપવામાં આવી છે જેમાં આ વખતે રીટેઈલ ટ્રેડને પણ આવરી લેવામાં આવી રહ્યા છે એટલે મોટા મોલ તેમજ મોટા કરિયાણાના મોલ પણ એમઓયુ કરી શકશે.

ગયા વર્ષે 113 MOU થયા હતા તે પૈકી 94 શરૂ થયા
જિલ્લામાં અગાઉના સમિટમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને જીઆઇડીસી અંતર્ગત 113 એમઓયુ થયા હતા જે પૈકી 94 પ્રોજેક્ટ શરૂ થયા છે.બાકીના પ્રોગ્રેસમાં છે. 5 જેટલા પ્રોજેક્ટ જમીન સહિતની પ્રક્રિયામાં આખરી તબક્કામાં છે.

મોટાભાગે એગ્રોબેઝ એમઓયુ થયા હતા
​​​​​​​જિલ્લામાં ગયા સમિટમાં જે એમઓયુ થયા હતા તેમાં મોટાભાગે એગ્રો એન્જિનિયરિંગ, ફેબ્રીકેશન, ફાર્માસ્યુટિકલ, પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ વગેરેના હતા. એગ્રો ઈન્ડસ્ટ્રીમાં જીરૂ, વરિયાળી ક્લીનિંગ, મકાઈ ભરડો તેમજ અન્ય પ્રોડક્ટના એકમો શરૂ થયા હતા અને થઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...