પાટણ જિલ્લામાં મનરેગા હેઠળ ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને પોતાના ગામમાં કે નજીકના સ્થળે રોજગારી મળી રહે તે માટે કામગીરી ચાલી રહી છે જેમાં શુક્રવારે જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ. સોલંકીએ રાધનપુર તાલુકાના કામલપુર (ધરવડી) અને અમીનપુરા ગામે નવીન આંગણવાડીના બાંધકામ, વ્યક્તિગત ઘાસચારાના વાવેતરના કામોનું જાત નિરિક્ષણ કર્યું હતું.
કામલપુરના સરપંચને નવીન પંચાયત ઘરના નિર્માણનું કામ ઝડપથી પૂર્ણ કરાવવા સૂચના આપી હતી. અમીરપુરા ખાતે આડબંધ અને હોલિયાના નિર્માણના કામોની મુલાકાત લઈ કામ કરી રહેલા શ્રમિકોની કામના સ્થળે પુરવામાં આવતી હાજરીની ચકાસણી કરી શ્રમિકોને છાસનું વિતરણ કર્યું હતું. આ સમયે શ્રમિકોને રૂ.239 લેખે પૂર્ણ વેતન મળી રહે તે માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભરત જોષી દ્વારા મેજરમેન્ટ પોલના ઉપયોગ દ્વારા કામની વહેંચણી અને તે મુજબ કરવાના થતા કામ અંગે શ્રમિકોને સમજ આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.