ભારતીય સંસ્કૃતિમાં દરેક ધાર્મિક પર્વનું વિશેષ મહત્વ રહેલું છે. દરેક પર્વની લોકો ઉમંગ અને ઉલ્લાસભેર ઉજવણી કરે છે. રંગોત્સવ હોળી ધુળેટી પર્વને લઈ શહેરની બજારોમાં રંગીન માહોલ જોવા મળી રહ્યો છે. આ પર્વને હવે ગણતરીનો જ દિવસો બાકી હોઈ પાટણ શહેરની બજારોમાં પર્વને લગતી વિવિધ ચીજવસ્તુઓની સાથે અવનવી વેરાયટીવાળી પીકચારીઓ લોકોમાં આકર્ષણ જમાવી રહી છે.
શહેરનાં વિવિધ માર્ગો ઉપર પિચકારીઓના સ્ટોલો ધમધમી રહયા છે. ચાલુ વર્ષે પિચકારીઓની અલગ અલગ વેરાયટીઓ બજારમાં આકર્ષણ જમાવી રહી છે. આ પર્વમાં પિચકારીઓની સાથે રંગોનું પણ વિશેષ મહત્વ રહેલું છે. હોળી ધુળેટી પર્વ નજીકમાં હોઈ પિચકારીઓના સ્ટોલો ઉપર ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો નાના ભુલકાઓ માટે આ પર્વ અનેરો ઉમંગ લઈને આવે છે. આ પર્વમાં બાળકો અલગ અલગ પ્રકારની વેરાયટીવાળી પિચકારીઓ ખરીદવાનો વધુ આગ્રહ રાખે છે. ત્યારે હાલમાં શહેરની બજારોમાં દફતર ટાઈપની પિચકારી એક થી દસ લીટર કલર સમાય છે. સાદી પિચકારી એકથી ચાર ફુવારા વાળી પિચકારી બંદૂક ટાઈપની પિચકારી, પાઇપ ટાઈપની પિચકારી, સુધીના ભાવની છે.
સૌથી મોંઘી ટેન્ક વાળી પિચકારી હાલમાં બાળકોમાં સૌથી વધુ આકર્ષણ ઊભું થઈ રહ્યું છે સાથે રમકડાની પ્રતિકૃતિવાળી પિચકારીઓ જેવી કે ટોમ એન્ડ જેરી, રોકેટ લોન્ચર, વોટર ગન, સૈનિક, ડક, સહિત વિવિધ પ્રકારની પિચકારીઓ વેચાઇ રહી છે.
ગત વર્ષ કરતા ચાલુ વર્ષે પિચકારીઓના ભાવમાં 30 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વિવિધ પ્રકારની વેરાયટીવાળી પિચકારીઓ રૂ.10થી માંડી 1000 અને એક હજાર રૂપિયા સુધી વેચાઈ રહી છે. આમ હોળી ધુળેટી પર્વને લઈ પાટણ શહેરની બજારોમાં રંગીન માહોલ ધીમે ધીમે જામતો જાય છે. દફતર ટાઈપની પિચકારી 500 થી 1000 રૂ.ના ભાવની છે. જેમાં એક થી દસ લીટર કલર સમાય છે. સાદી પિચકારી 50થી લઈને 150 રૂપિયા, એકથી ચાર ફુવારા વાળી પિચકારી બંદૂક ટાઈપની પિચકારી, પાઇપ ટાઈપની પિચકારી 50 રૂપિયાથી લઈ 500 સુધીના ભાવની છે. સૌથી મોંઘી ટેન્ક વાળી પિચકારી હાલમાં બાળકોમાં સૌથી વધુ આકર્ષણ ઊભું થઈ રહ્યું છે.ટેન્કવાળી, પમ્પવાળી, છોટા ભીમ, લવ ફુવારાવાળી, મિકીમાઉસ અને ડાયનેસોર વળી પિચકારી ઓનું વેચાણ થઈ રહ્યું છે.તેવું વેપારી પ્રકાશા પટ્ટણીએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.